Main Menu

તા.૧૨મીએ રક્ષા પેન્‍શન અદાલત યોજાશે

અમરેલી, રાજકોટ, મોરબી, સુરેન્‍દ્રનગર, ભાવનગર, બોટાદ જિલ્‍લામાં વસવાટ કરતા માજી/દિવંગત સૈનિકોના ધર્મપત્‍ની-આશ્રિતો કે જેમને રક્ષા પેન્‍શન મળતું હોય તેઓને પેન્‍શનમાં ખામી હોય તો રક્ષા પેન્‍શન અદાલતમાં ઉપસ્‍થિત રહેવાનું રહેશે. રક્ષા લેખા પ્રધાન નિયંત્રક (પેન્‍શન) અલ્હાબાદ દ્વારા રાવલે સ્‍ટેડિયમ, કેન્‍ટોન્‍મેન્‍ટ અમદાવાદ મુકામે તા.૧૨ ઓકટોબર-૨૦૧૮ને શુક્રવારના રોજ સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી રક્ષા પેન્‍શન અદાલત યોજાશે. સંબંધિતોએ આ અરજીફોર્મ મેળવવા જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પુર્નવસવાટ કચેરી-રાજોકટનો રૂબરૂ તથા ટેલિફોન નં. (૦૨૮૧) ૨૪૭૬૮૨૫ પર સંપર્ક કરવાનો
રહેશે, તેમ જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પુર્નવસવાટ અધિકારીશ્રી-રાજકોટની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.