Main Menu

છેલ્લાં અઢાર વર્ષથી નાસતાં- ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  પી.એલ.માલ સાહેબે સમગ્ર જિલ્લામાં નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરેલ.જેમાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ. જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *પો.કો. રાજેન્દ્દસિંહ સરવૈયા તથા ચિંતનભાઇ મકવાણાને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે,પાલીતાણા રૂરલ પો.સ્ટે. I ગુ.ર.નં.૨૩૪/૨૦૦૦ ઇ.પી.કો. કલમઃ-૩૬૩,૩૬૬ મુજબ નાં ગુન્હાનાં કામે અટક કરવાનાં બાકી આરોપી પોપટભાઇ જસાભાઇ મકવાણા રહે.સાંજણાસર તા.પાલીતાણા વાળો લાલ તથ કાળી લીટીવાળો સફેદ શર્ટ તથા કાળુ પેન્ટ પહેરીને પાનવાડી ચોકથી એસ.ટી. બસ સ્ટેન્ડ જવાનાં રસ્તા ઉપર તાપીબાઇ હોસ્પીટલની સામે રોડ ઉપર ઉભેલ છે.* જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી પોપટભાઇ જસાભાઇ મકવાણા ઉ.વ.૪૫ રહે.છોરા ફળીયામાં,સાંજણાસર તા.પાલીતાણા ભાવનગર હાલ-કીમ ચોકડી પાસે, વાલેચા ગામ નેમુભાઇની વાડીમાં તા.માંગરોળ જી.સુરતવાળો હાજર મળી આવેલ. જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.આ બનાવ અંગે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થયેલ હોય.જેથી આરોપીને પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે. આમ, સગીર બાળાને લલચાવી- ફોસલાવી ભગાડી લઇ જવાનાં ગુન્હામાં છેલ્લાં અઢાર વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને મહત્વની સફળતા મળેલ છે.આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી. જાડેજા પો.સબ ઇન્સ., એલ.સી.બી., ભાવનગર તથા એલ.સી.બી. સ્ટાફનાં કલ્યાણસિંહ જાડેજા, ભયપાલસિંહ ચુડાસમા, રાજેન્દ્દસિંહ સરવૈયા, ચિંતનભાઇ મકવાણા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.