Main Menu

અમરેલી તાલુકાના જાળીયા ગામને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવતા ગ્રામજનો

અમરેલી તાલુકાના જલીય ગામમાં ચાલુ ચોમાસાની સિઝનમાં કુલ વરસાદ માત્ર સાત-આઠ ઇંચ જ થયેલ છે. અને તે માત્ર પંદર દિવસના ટૂંકાગાળામાં પડેલ હોય, જેથી ખરીફ સીઝનમાં કપાસ, કઠોળ અને તેલાબીયાના પાકો સાવ નિષ્ફળ ગયેલ હોવાથી જાળીયાગામને અછતગ્રસ્ત જાહેર કરવા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી.પાંડોરને જાળીયાગામના શ્રી અશોક હિરપરા, શ્રી લાલજીભાઈ રાદડિયા, ભીખાભાઈ ગેવરીયા, કપિલભાઈ હિરપરા, ઘનશ્યામભાઈ ભુવા,અજીત મોનપરા અને ગુલાબભાલ નાકરાણી સહિતના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી જાળીયા ગામને તાકીદે અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરી હતી