Main Menu

જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા શિબિર યોજાઇ

જિલ્લા બાળ સુરક્ષા એકમ-અમરેલી દ્વારા બાળ કાયદાઓ અંગેની એક દિવસીય શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં અમરેલી તાલુકાના તલાટીમંત્રી અને સરપંચશ્રીઓને ગ્રામ્યકક્ષાએ બાળ સુરક્ષા સમિતિના કાર્યો અને ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. શિબિરમાં સુરક્ષા અધિકારીશ્રી) બી.ડી. ભાડે કાર્યક્રમની રૂપરેખા આપી પ્રાસંગિક પ્રવચન આપ્‍યુ હતુ. તેમણે સંકલિત બાળ સુરક્ષા યોજના વિશે માહિતી આપી હતી. સુરક્ષા અધિકારીશ્રી દ્વારા ગ્રામ્યકક્ષાએ બાળ સુરક્ષા સમિતિના કાર્યો અને ભૂમિકાની વિસ્‍તૃત્ત માહિતી આપી હતી. લીગલ કમ પ્રોબેશન ઓફિસરશ્રી એસ.એચ. રાજકોટીયા દ્વારા જુવેનાઇલ જસ્‍ટીસ એક્ટ-૨૦૧૫ વિશે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્‍યું હતુ. ઇનચાર્જ જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એન.એમ. ચૌહાણના માર્ગદર્શન તળે બીઆરસી ભવન-અમરેલી ખાતે યોજવામાં આવેલ આ શિબિરમાં બાળ કાયદાઓની અંગેની સમજ આપવામાં આવી હતી. શિબિરને સફળ બનાવવામાં ઇનચાર્જ તાલુકા વિકાસ અધિકારીશ્રી ઠુંમરે સહકાર
આપી પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ, તેમ અમરેલી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની એકઅખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.