Main Menu

ચાંદગઢ ગામે શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ૦૨ ડમ્પર સહિત સાડા છ લાખ મુદામાલ સાથે પકડી પાડી ગુન્હા રજી.કરાવતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓએ* અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય તે રીતે તમામને કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે એસ.ઓ.જી.ના  પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સા. તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી જિલ્લામાં શેત્રુજી નદીમાંથી  રેતીચોરી કરી ચાંદગઢ ગામ તરફ આવતાં કાચા રસ્તેથી નીચે મુજબના ઇસમોને પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

રેતી ચોરી કરતાં પકડાયેલ આરોપીઓ :
(1) મુકેશભાઇ બતુભાઇ ડામોર રહે.હાલ ગોખરવાળા મુળ વતન હોલાતલાય બીમ જિ.ધાર (મધ્યપ્રદેશ)
(2)  રાજુભાઇ મનજીભાઇ વાધેલા રહે.સાવરકુંડલા

પકડવાના બાકી આરોપીઓ
(1)  રોહીતભાઇ દાદભાઇ ધાધલ રહે.ચાંદગઢ તા.જી.અમરેલી
(2) સુરેશભાઇ મુળાભાઇ જાદવ રહે.ચાંદગઢ તા.જી.અમરેલી

કબ્જે કરવામાં આવેલ મુદામાલ :
રેતીના ચોરી કરવા આવેલ ડમ્પર વાહનો ૦૨ કિમત રૂા. ૬,૬૦,૦૦૦ /- ના મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ થવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. તેમજ સદરહું જગ્યાએથી રોહીતભાઇ ધાધલનું લોડર નાશી ગયેલ હોય તે લોડર કબ્જે કરવા તેમજ બન્ને ડમ્પરોના માલીકોની ધરપકડ કરવા સારૂ આગળની વધુ તપાસ થવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.

આમ,અમરેલી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. શ્રી આર.કે.કરમટા સા. તથા અમરેલી એસ.ઓ.જી.ટીમને ચાંદગઢ ગામેથી શેત્રુજી નદીમાંથી ચાંદગઢ તરફ આવતાં કાચા રસ્તેથી રેતી ચોરી કરતાં બે ડમ્પરોને પકડવામાં સફળતા મળેલ છે.