Main Menu

દારૂના ધંધાર્થીઓ જાલમ ભગુ બારૈયા અને જયરાજ બિચ્છુ વાળા પાસા તળે જેલમાં ધકેલાયા

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* દ્વારા અમરેલી જીલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેર-ફેર તેમજ વેચાણ સહિતની પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા અને ગુન્હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે *અમરેલી એસ.ઓ.જી. પો.સબ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા એલ.સી.બી./એસ.ઓ.જી. ટીમ* દ્વારા અમરેલી જીલ્લામાં આવી પ્રોહિબીશન લગત ગુન્‍હાહિત પ્રવૃતિ કરતાં તેમજ માથાભારે ઇસમો અંગેની માહિતી એકઠી કરી તે પૈકીના *(૧) રાજુલા તાલુકાના કડીયાળી ગામે રહેતાં જાલમ ઉર્ફે જાલીમ ભગુભાઇ બારૈયા, ઉં.વ.૪૫, રહે.કડીયાળી, તા.રાજુલા, જી.અમરેલી તેમજ (ર) જયરાજ ઉર્ફે જશકુ બિચ્છુભાઇ વાળા, ઉં.વ.૩૬, રહે.રાજુલા, ગોકુલનગર-ર, તા.રાજુલા, જી.અમરેલી વાળાઓ વિરૂધ્ધ પુરતા પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત,  તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલી મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપતાં દારૂના ધંધાર્થીઓની પ્રોહિબીશન પ્રવૃતિને કારણે યુવાધન દારૂના સેવનની લતે ચડી આર્થિક અને શારિરીક પાયમાલી તરફ ધકેલાતું હોય અને આવી પ્રવૃતિથી સમાજનો વિકાસ રૂંધાતો હોય તેની આવી સમાજ વિરોધી પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જીલ્લાં મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓક સાહેબ* નાઓએ જાલમ ઉર્ફે જાલીમ ભગુભાઇ બારૈયા, રહે.કડીયાળી, તા.રાજુલા તથા જયરાજ ઉર્ફે જશકુ બિચ્છુ ભાઇ વાળા, રહે.રાજુલા વાળાઓ વિરૂધ્ધ પાસાના વોરંટ ઇસ્યુ કરતાં પોલીસ અધિક્ષકશ્રીની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી./એસ.ઓ.જી. ટીમે* દારૂના બંને ધંધાર્થીઓને પાસા વોરંટની બજવણી કરી કુખ્યાત બુટલેગર જાલમ ઉર્ફે જાલીમ ભગુભાઇ બારૈયા, રહે.કડીયાળી, તા.રાજુલા વાળાને *હિંમતનગર જીલ્લા જેલતથા જયરાજ ઉર્ફે જશકુ બિચ્છુમભાઇ વાળા, રહે.રાજુલા વાળાને પાલનપુર જીલ્લા જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

કુખ્યાત બુટલેગર જાલમ ઉર્ફે જાલીમ ભગુભાઇ બારૈયા, રહે.કડીયાળી વાળાનો ગુન્હાહિત ઇતિહાસઃ-*
જાલમ ઉર્ફે જાલીમ ભગુભાઇ બારૈયા, રહે.કડીયાળી, તા.રાજુલા વાળા વિરૂધ્ધમાં સને ૨૦૧૪ થી ૨૦૧૮ દરમ્યાન મોટા પાયે ભારતીય બનાવટના વિદેશી દારૂના કબ્જા તેમજ હેર-ફેર કરવા અંગેના નવ ગુન્હાઓ નોંધાયેલ છે. અને ઉલ્લેખનીય છે કે જાલમ ઉર્ફે જાલીમ ભગુભાઇ બારૈયાને તેની આવી પ્રવૃતિના લીધે જ સને ૨૦૧૪ માં પાલનપુર સબ જેલ ખાતે પાસામાં ધકેલાયો હતો. ત્યાંથી છુટ્યા બાદ પણ તેની પ્રોહિબીશન લગત અસામાજીક પ્રવૃતિ બંધ નહીં કરતાં ફરી વખત પાસા તળે અટકાયતમાં લેવામાં આવેલ છે. આરોપી જયરાજ ઉર્ફે જશકુ બિચ્છુભાઇ વાળા, રહે.રાજુલાનો ગુન્હાહિત ઇતિહાસ :  જયરાજ ઉર્ફે જશકુ બિચ્છુભાઇ વાળા, રહે.રાજુલા વાળા વિરૂધ્ધમાં સને ૨૦૧૪ થી ૨૦૧૮ દરમ્યાન મોટા પાયે ભારતીય બનાવટના વિદેશી દારૂના કબ્જા તેમજ હેર-ફેર કરવા અંગેના આઠ ગુન્હાઓ નોંધાયેલ છે. સને ૨૦૧૬ માં મજકુર આરોપી જસદણ પો.સ્ટે.માં ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુન્હામાં પણ પકડાયેલ છે. આમ, આવા પ્રોહિ પ્રવૃતિ કરતાં ઇસમો અને દારૂના ધંધાર્થીઓ સામે પાસા તળે કાર્યવાહી કરી જેલ હવાલે કરી અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.