Main Menu

બાબરા માર્કેટીંગયાર્ડમાં સિઝનનો પ્રારંભ કરાવતા પૂજય ઘનશ્‍યામદાસબાપુ : પ્રારંભમાં કપાસની આઠ હજાર જેટલી આવક

બાબરામાં માર્કેટીંગ યાર્ડમાં પૂજય ઘનશ્‍યામદાસ બાપુના વરદ હસ્‍તે સિઝન પ્રારંભ કરાયો હતો. આ તકે સ્‍થાનિક આગેવાનો અને ખેડૂતો ઉપસ્‍થિત રહયા હતા. બાબરામાં દર વર્ષે બીજા નોરતે યાર્ડની સિઝનનો પ્રારંભ કરવામાં આવે છે. અહીં શરૂઆતમાં કપાસની સારી આવક થાય છે તેમજ ભાવ પણ સારો રહે છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળે છે. બાબરામાં માર્કેટીંગયાર્ડમાં સિઝનનો પ્રારંભ કરવામાં આવ્‍યો. અહીં તાપડીયા આશ્રમના મહંત શ્રી ઘનશ્‍યામદાસ બાપુના વરદ હસ્‍તે પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આ તકે યાર્ડના ચેરમેન જીવાજીભાઈ રાઠોડ, વાઈસ ચેરમેન બીપીનભાઈ રાદડીયા, સેક્રેટરી અજયભાઈ પંડયા સહિતના સ્‍થાનિક વેપારીઓ અને ખેડૂતો ઉપસ્‍થિત રહયા હતા. બાબરા માર્કેટીંગયાર્ડમાં કપાસ, મગફળી, કઠોળ સહિતની ખેત પેદાશો આવે છે. જેમાં કપાસની પુષ્‍કળ આવક અહીં યાર્ડમાં આવે છે. ત્‍યારે આજે સિઝનના પ્રારંભમાં કપાસની આઠ હજાર જેટલી કપાસની આવક જોવા મળી હતી. તેમજ ભાવ પણ 1ર00 જેટલો ઉંચો રહેતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.