Main Menu

દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૧૦ પૈસાનો વધારો

પેટ્રોલ-ડીઝલ કિંમતમાં વધુ વધારો : બોજમાંય વધારો

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો દોર જારી રહ્યો છે. આજે ફરી વધારો કરાયો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૧૦ પૈસાનો વધારો કરાયો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં ૨૭ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં નવ પૈસાનો વધારો કરાયો હતો. મોદી સરકારથી મધ્યમ વર્ગ નાખુશ દેખાઈ રહ્યા છે. અર્થશા†ીઓ અને ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ માની રહ્યા છે કે, આ વધતા જતા ભાવના કારણે મોદી સરકારને લોકસભાની ચૂંટણીમાં મોટી કિંમત ચુકવવી પડી શકે છે. કારણ કે મોટા ભાગની જીવન જરૂરી ચીજાની કિંમતમાં હાલમાં વધારો થયો છે. આનાકારણે તમામ લોકોના બજેટ બગડી ગયા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત વધારો જારી રહેલાત સરકાર પણ ચિંતાતુર છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં લીટરદીઠ ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવાની નાણામંત્રી અરુણ જેટલીએ ચોથી ઓક્ટોબરના દિવસે જાહેરાત કર્યા બાદ તરત જ ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં તેમના દ્વારા પણ ઘટાડાની શરૂઆત કરી દેવામાં આવી હતી. નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્ય સરકારોને પણ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો કરવા માટે કહ્યું હતું. નાણામંત્રીએ રાજ્યોને પણ આટલી જ કિંમતમાં ઘટાડો કરવા અપીલ કર્યા બાદ ભાજપ શાસિત રાજ્યોમાં તાત્કાલિક ઘટાડાનો દોર શરૂ થયો હતો. જા કે ત્યારબાદ સતત વધારો ફરી એકવાર કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હાલમાં અવિરત વધારાના પરિણામ સ્વરુપે લોકોની હાલત કફોડી બનેલી હતી.પેટ્રોલ અને ડીઝલ હજુ પણ રેકોર્ડ સ્તર પર છે. કૃષિ ક્ષેત્રમાં સૌથી વધારે ઉપયોગ ડિઝલનો કરવામાં આવે છે. ટ્રેક્ટરથી લઇને પંપસેટ તમામમાં ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. ડીઝલની કિંમત વધવાથી આ તમામ ઉપર સીધી અસર થાય તેમ છે. ખેડૂતો ઉપર તેની માઠી અસર થઇ શકે છે.પેટ્રોલ ડીઝલની વધતી જતી કિંમતોના કારણે સરકારની પ્રતિષ્ઠાને ફટકો પડી રહ્યો છે. આગામી દિવસોમાં પાંચ રાજ્યોમાં તેને નુકસાન થઇ શકે છે.અત્રે નોંધનીય છે કે ચોથી ઓક્ટોબરના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ ઘટાડો કર્યો હતો. ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. હાલમાં ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ હતું. ભાવ વધારાના કારણે હવે મોદી સરકારની પ્રતિષ્ઠાને ફટકો પડી રહ્યો છે. ભાવ વધારાના કારણે લોકોની હાલત હાલમાં તહેવારની સિઝનમાં વધુ વણસી શકે છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. આજે ડીઝલની કિંમતમાં ૩૦ પૈસા અને પેટ્રોલની કિંમતમાં ૧૦ પૈસાનો વધારો કરાયો હતો. કેન્દ્ર અને કેટલાક રાજ્યો દ્વારા કિંમતોમાં ઘટાડો કરાયા બાદ દરરોજ વધારો ફરીવાર થઇ રહ્યો છે.