Main Menu

લાઠી પો.સ્‍ટે.ના જાનબાઇની દેરડી ગામથી સરકારી પીપળવા ગામ વચ્ચે આવેલ વાલાવેણ તળાવ માં જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોને રૂ.૫૯,૩૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. અમરેલી

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ જુગારની બદીને સમાજમાંથી દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૧૧/૧૦/૨૦૧૮ ના રોજ અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા અને એલ.સી.બી.ટીમ દ્વારા જુગાર અંગે ચોક્કસ બાતમી મેળવી લાઠી પો.સ્‍ટે. વિસ્‍તારના જાનબાઇની દેરડી ગામથી સરકારી પીપળવા ગામ વચ્ચે આવેલ વાલાવેણ તળાવમાં જાહેરમાં જુગાર રમતાં ઇસમો ઉપર રેઇડ કરતાં કુલ છ ઇસમો પૈકી પાંચ ઇસમોને પકડી પાડેલ અને એક ઇસમ નાસી ગયેલ હોય તમામ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી લાઠી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમોઃ-

(૧) રાજેન્દ્ર હીરાભાઇ જોષી ઉ.વ. ૫૮ ધંધો ખેતી, રહે. હાલ અમરેલી સહજાનંદનગર,

(૨) અશોક ભીખાભાઇ બોળીયા ઉ.વ. ૩૫ ધંધો ખેતી, રહે.ઇંગોરાળા તા.ગઢડા જી.બોટાદ

(૩) દિલીપ હરીભાઇ મેર ઉ.વ. ૩૬ ધંધો મજુરી, રહે.ગઢડા, સાકળી શેરી, સંધિ ચોક જી.બોટાદ

(૪) અશરફ હુસેનભાઇ હીંગોરા ઉ.વ.૫૯ ધંધો મજુરી, રહે.સાવરકુંડલા લીંબડીચોક, જી. અમરેલી

(૫) રફીક રજાકભાઇ મમદાણી ઉ.વ.૪૩ ધંધો મજુરી, રહે.સાવરકુંડલા, અમરેલી રોડ

રેઇડ દરમ્‍યાન નાસી જનાર ઇસમઃ-

(૬) જેન્તીભાઇ હીંમતભાઇ રાઠોડ રહે.જાનબાઇની દેરડી તા.લાઠી.

પકડાયેલ મુદામાલઃરોકડા રૂ.૫૯,૩૮૦/- તથા ગંજીપતાનાં પાના નંગ ૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ રૂ.૫૯,૩૮૦/- નો મુદ્દામાલ

                આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.