Main Menu

બાબરામાં વિજયાદશમીના દિવસે યોજાયું રામ રાવણ યુદ્ધ…મહાકાળી ગરબી મંડળ દ્વારા ભવ્ય આયોજન કરાયું…છેલ્લા સવાસો વર્ષ થી અહીં યોજાય છે રામ રાવણ યુદ્ધ સમગ પંથકની જનતા યુદ્ધ જોવા ઉમટી… 

[wpdevart_youtube]PyWVkfGa8Ww[/wpdevart_youtube]અમરેલી જીલ્લાનાં બાબરામાં આજે વિજયાદશમી પર્વની ૧૩૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી છે અને રામ-રાવણનું યુધ્ધ ખેલવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. બાબરામાં ૧૩૦ વર્ષથી દશેરાની પરંપરાગત રીતે વિશિષ્ઠ ઉજવણી કરવામાં આવે છે. આજે રામ રાવણ વચ્ચે ધમાસાણ યુદ્ધ બાબરાની બજારમાં  ખેલાશે અને રાવણનો શીરચ્છેદ કરાશે. યુદ્ધ દરમિયાન હનુમાનજીની ગદાનો માર ખાવા યુવાનો તલપાપડ બન્યા હતા. યુદ્ધ જોવા લોકો ઉમટી પડયા હતા. બાબરામાં મોટા રામજી મંદિર ચોકમાં મુખ્ય બજારમાં રામ-રાવણની સેના યુદ્ધમાં ઉતરશે. લક્ષ્મણજી, હનુમાનજી દાનવોની સેના તથા વાનરસેના હુપાહુપ કરી શહેરીજનો ધાર્મિક શ્રધ્ધાળુઓને ગદાનો માર પ્રસાદરૂપે આપશે. સવારના ૯ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી યુદ્ધ થશે અને વિજયાદશમીની પરંપરાગત ઉજવણી થઇ હતી. રામ-રાવણ જાનકી સહિત હનુમાનજી બાબરા શહેરમાં નગરયાત્રા બાદ લંકાપતિ રાવણને ચોકમાં લલકારી ભારે યુદ્ધ કરી આખરમાં રામના તીરથી લંકાપતિનું શિરચ્છેદ કરવામાં આવશે. બાબરા શહેરમાં વરસોની પરંપરા મુજબ યોજાતા યુદ્ધમાં ભાગ લેવા રાવણ સહિતના પાત્રો છેલ્લી પાંચ પેઢીથી ગરબી મંડળ સાથે સંકળાયેલા છે. શહેરી મુખ્ય બજારમાં સવારથી બપોર સુધી ભારે કોલાહલ, દોડધામ, અફડાતફડી વચ્ચે તાલુકામાંથી અનેક લોકો યુદ્ધનો  નજારો જોવા ઉમટશે. અને ગદાના માર રૂપે પ્રસાદી ગ્રહણ કરી હતી.