Main Menu

વાયરલ વિડિયોની સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચર્ચા

એસપી સ્વામી દ્વારા ભકતને લાત મારતો વિડિયો વાયરલ

ગઢડા સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી. સ્વામીએ હરિભક્તને લાત મારતો એક વીડિયો વાઇરલ થતાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભારે ચકચાર મચી પામી છે. જેમાં મંદિરની ચૂંટણીમાં મતદારને લઈ થતી ચર્ચા દરમિયાન સંતો અને હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એસ.પી. સ્વામીએ હરિભક્તને લાત મારી હતી. હરિભક્તને લાત મારતો વીડિયો વાઈરલ થતાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગઢડાના ગોપીનાથ મંદિરની મિલકતનો વિવાદ અત્યારે ચાલી રહ્યો છે. ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ હરિભક્તો અને ગઢડા સ્વામિનારાયણ મંદિરના સંતો વચ્ચે ચર્ચાઓ થઈ રહી હતી. દરમિયાનમાં ગઢડા મંદિરના મહંત એસ.પી. સ્વામીનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એસ.પી. સ્વામી એક હરિભક્તને લાત મારી રહ્યા હોવાનું જણાય છે. મંદિરના સંતો અને હરિભક્તો વચ્ચે મતદાનને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી, તે દરમ્યાન હરિભક્તો અને સંતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉગ્ર બોલાચાલી થતાંં એસ.પી. સ્વામીએ ગુસ્સામાં આવીને એક હરિભક્તને લાત મારી દીધી હતી, એ પછી મામલો બીચકયો હતો અને હરિભક્તો તથા સંતો સામસામે આવી ગયા હતા અને બોલાચાલી ઉગ્ર બની ગઈ હતી. મહંત દ્વારા જ એક હરિભક્તને લાત મારતો વીડિયો વાઈરલ થતાંની સાથે જ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઢડા ગોપીનાથ મંદિરની મિલકતના ચાલતા દાવા મુદ્દે રવિવારે મંદિરના કોઠારી અને વેપારી વચ્ચે ઝઘડો થયો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હતું. જ્યારે આ ઝઘડા પાછળ ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણી કારણભૂત હોવાની ચર્ચાએ જોર પકડ્‌યું છે. મંદિરના એસપી સ્વામી પોતાના અંગતને મતદાર બનાવી મંદિરમાં વર્ચસ્વ જમાવવા મથી રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્‌યું છે, ત્યારે મંદિરના હરિભક્તોએ પોતાના નામ મતદાર યાદીમાંથી નીકળી ગયા હોવાની ફરિયાદ કરી હતી. જેના કારણે ઝઘડો થયો હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.