Main Menu

ભાવનગર રાજકોટ હાઈવે પર સોનગઢ નજીક એક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક નું મોત

ભાવનગર રાજકોટ હાઈવે કે જે હવે ફોરલેન બની રહ્યો છે રસ્તાઓ પહોળા થતાની સાથે જ અકસ્માતો પણ બહોળા પ્રમાણમાં નોંધાઇ રહ્યા છે આ રોડ દિવસેને દિવસે રક્તરંજિત બની રહો છે અને અનેક પરિવારોને નોંધારા કરી રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ભાવનગર રાજકોટ હાઈવે પર સોનગઢ નજીક એક અજાણ્યા વાહને રસ્તા પરથી પસાર થતા એક બાઇકને હડફેટે લીધું હતું અંકુર પેટ્રોલ પમ્પ નજીક સર્જાયેલ આ અકસ્માતમાં બજુડ ગામના દેવરાજભાઈ જેરામભાઈ પરમારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાના વાહન સાથે નાસી છૂટ્યો હતો આ બનાવના પગલે લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા અને આ બનાવની જાણ લોકો દ્વારા પોલીસ ને કરવામાં આવતા સોનગઢ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બનાવના પગલે હાયવે થોડી વાર માટે થંભી ગયો હતો પોલીસે કાગળ પરની જરૂરી કાર્યવાહી કરી મૃતકના પરિવાર જનોને જાણ કરીને લાશને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.