Main Menu

બી.એ.પી.એસ.ના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સાળંગપુર મંદિર ખાતે આગમન : 300 બાળકો એ કાઢી વ્યસનમુક્તિ ની રેલી

સાળંગપુરનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સેંકડો વર્ષોથી સત્સંગ, સંસ્કાર અને શિક્ષણની સરવાણી વહાવી રહ્યું છે. અહી મોટા પાયે ફૂલદોસનો ઉત્સવ ઉજવાવનાર છે ત્યારે અહીના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના 300 બાળકોએ સમગ્ર ગામમાં વ્યસનમુક્તની રેલી યોજી હતી.બી.એ.પી.એસ.ના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સાળંગપુર મંદિર ખાતે આગમન થયું હતું. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો તેઆેના દર્શન-આશીવાર્દ માટે ઊમટ હતા. તેઆેની જ પ્રેરણાથી બાળકો દ્વારા વ્યસનમુિક્ત અભિયાન હાથ ધરાયું. વિશિષ્ટ ડ્રેસમાં સં 300 જેટલા બાળકોએ સાળંગપુર ગામમાં વ્યસનમુિક્તની રેલી કાઢી હતી. હાથમાં વ્યસનથી વિનાશ, વ્યસનથી બરબાદી વગેરે સુવાક્યો અને ચિત્રોને દશાર્વતાં વિવિધ પ્રકારના બેનરો લઈને બાળકો ગામમાં ફર્યા હતા. ઘરે-ઘરે અને દુકાનોમાં જઈને સૌને વ્યસનમુક્તની પ્રેરણા આપી હતી.સાળંગ પુર ગામને વ્યસનમુક્તની પ્રેરણા આપી હતી. વ્યસનીઆેને વ્યસનથી થતાં વિનાશ અને શારિરીક તકલીફોથી માહિતગાર કરી તેઆેની કેટલીક ગેરસમજણો દૂર કરીને બાળકોએ તેમને વ્યસન છોડવા કટિબÙ કર્યા હતા. નાના-નાના બાળકો દ્વારા થતાં સમાજસેવાના આ ભગીરથ કાર્યથી ગ્રામલોકો અત્યંત પ્રભાવિત થયાં હતા. સૌ અંતરથી બી.એ.પી.એસ. સંસ્થા, મહંતસ્વામી મહારાજ અને બાળકોના વખાણ કરતા જણાયા હતા.