Main Menu

ખાંભા પો.સ્ટે.ના મારા મારીના ગુન્‍હામાં છ વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હો કરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે ખાંભા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૪/૨૦૧૨, ઇ.પી.કો. કલમ ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૪૨૫, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામે એફ.આઇ.આર.માં નામ હોવા છતાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા છ વર્ષથી નાસતા ફરતાં આરોપીને ચોક્કસ બાતમી આધારે અમરેલી નાગનાથ બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.
પકડાયેલ આરોપી :
ધીરૂ ગોવિંદભાઇ ગોહીલ, ઉં.વ.૩૫, ધંધો.ખેતીકામ, રહે.પચપચીયા, તા.ખાંભા, જી.અમરેલી વાળાને આજરોજ તા.૦૨/૧૧/૨૦૧૮ ના કલાક ૧૮/૦૦ વાગ્યે અટક કરી વધુ તપાસ અર્થે અમરેલી સીટી સ્ટેશનમાં સોંપી આપેલ છે.  આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી અમરેલી સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા અને એલ.સી.બી.ટીમદ્વારા કરવામાં આવેલ છે.