Main Menu

કોડીનારના જનત્રાખડી ગામે 8 ફૂટ લાંબો મહાકાય અજગર પકડાયો

કોડીનાર ના જનત્રા ખડી ગામે કાઝ ગામના ખેડૂત કનક સિંહ ભગવાન ભાઈ ઝાલા નામના ખેડૂત ના ખેતર મા મહાકાય અજગરે દેખા દેતા કાઝ વન વિભાગ ને જાણ કરતા. કાઝ વન વિભાગ ની ટીમે સાંજે 7 કલાકે રેસ્ક્યુ હાથ ધર્યું હતું

કાઝ વન વિભાગ ની ટીમે મહામહેનતે અજગર નું રેસ્ક્યુ કરી તેને પાંજરે પૂરતા ખેડૂતો એ રાહત નો સ્વાસ લીધો હતો. રેસ્ક્યુ જોવા કાઝ અને માલશ્રમ ના યુવાનો ઉમટી પડયા હતા અને રેસ્ક્યુ દરમ્યાન અજગર ખેતર મા દોડતા લોકો મા અફરા તફરી મચી હતી

વન વિભાગ ના જણાવ્યા પ્રમાણે અજગર ની લંબાઈ 8 ફૂટ છે જેને 30 મિનિટ ની જહેમત બાદ પાંજરે પુરાયો. આ અજગર ને વેલન ગામ.પાસે જોગી ખારા. નામના વિસ્તાર મા મુક્ત કરાશે. કાઝ વન વિભાગ ના ફોરેસ્ટ ગાર્ડ રવિ મોરી  તેમજ વન રક્ષક હરપાલ સિંહ મકવાણા . વન વિભાગ જાબિરભાઈ શેખ.તેમજ પ્રકૃતિ નેચર કલબ ના મેમ્બર યોગેશ ભાઈ ચુડાસમા એ 30 મિનિટ ની જાહેમતે દિલ ધડક રેસ્ક્યુ કરી અજગર ને પાંજરે કેદ કર્યો.