Main Menu

મહુવા ના કતપર ગામે દિવાળી ના ટાણૅજ પ્રેમ પ્રકરણ માં એક યુવક ની લાકડાના ધોકા અને લોખંડ ની પાઇપો મારી હત્યા

મહુવાના  નાના એવા કતપર ગામમાં ચકચાર મચી ગઈ હતી ,હત્યાના પગલે પોલીસે  આરોપીઓ  રાઉન્ડઅપ કર્યા છે  દિવાળીના તહેવાર માં કતપર ગામે પ્રેમ પ્રકરણ ને લઈ  એક ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં એજ ગામના રાહુલ ને આરોપી ભલા બારૈયા ની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય અને જેને લઈ ને આરોપીઓ એ લીમડાવાળી શેરીમાં રાહુલ પર લાકડી અને પાઇપ વડે જીવલેણ હુમલો કરી રાહુલ ચાવડા નામના યુવાનની હત્યા કરી નાખી હતીજ્યારે અન્ય એક યુવાન ને હાથના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.આ બનાવમાં હત્યા કરી ફરાર થઈ ગયેલા 4 ઈસમો પોલીસ ના હાથ વેંત માં હોવાનું જાણવા મળી રહ્યું છે.મહુવાના કતપર ગામે ગતરાત્રીના 8 વાગે  એક ખૂની ખેલ ખેલાયો હતો જેમાં દિવાળી ના પર્વે  દીકરીના પ્રેમી ની  પિતા અને તેના અન્ય 3 સાથીઓ એ મળી ને હત્યા કરી નાખી હતી. આ બનાવ માં મૃતક યુવાન ના પિતા બચુભાઇ ડાયા ભાઇ ચાવડાએ ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગત રાત્રીના ભલા બારૈયા નામની વ્યક્તિ તેના બે  પુત્ર સાગર અને દિપક તથા સાળા ભુપત ઉર્ફે ફતે, સાથે તેના ઘરે આવી ને ઝગડો કર્યો હતો.તેમનો દીકરો રાહુલ અને ભલા ભાઈ ની દીકરી પ્રેમ કરતા હોય અને બંને એકજ સમાજ ના હોય જેથી માંગુ પણ નાખ્યું હતું.પરંતુ તેમાં ભલાભાઇ એ ના પાડતા અને આ બંને પ્રેમ કરતા હોય જેની દાઝ રાખી તેમના ઘરે થી ઝગડો કરી નીકળી જઈ અને લીમડાવાળી શેરી માં રાહુલ પર પાઇપ, ધોકા અને લાકડી વડે હુમલો કરી પેટ ના ભાગે ઇજા કરતા તેમજ સાથે રહેલ કિશોર બાંભણીયા ને પણ હાથ ના ભાગે ઇજા થતાં બંને ને તાકીદે મહુવા હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે રાહુલ ને મૃત  જાહેર કર્યો હતો. આ બનાવ ના પગલે પોલીસ કાફલો ત્યાં દોડી ગયો અને  મૃતકના પિતાની ફરિયાદ ના આધારે હત્યા નો ગુન્હો નોંધી આ બનાવ માં ફરાર ચારેય ઇસમો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.જેમાં હાલ આરોપીઓ હાથ વેંત માં હોવાનું જાણવા મળી રહ્યું છે.