Main Menu

પ્લોટ હોલ્ડરોને તેમના પ્લોટોને રેવન્યુ રેકર્ડ માં દાખલ કરવા અંગે ના દાવા પ્રમાણપત્રો ઇસ્યુ કરતા કલેકટરશ્રી

ભાવનગર,સોમવાર વગર મંજુરીએ રહેણાંકનું કરેલ બાંધકામ ધરાવતી ભાવનગર શહેરની સોમનાથનગર મીનાક્ષી સોસાયટી અને પટેલનગરને સરકારશ્રી તરફથી પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરેલ છે.આ વિસ્તારના કુલ ૧૦ પ્લોટ હોલ્ડરશ્રીઓ એ સરકારશ્રીના નિયમો મુજબ કંમ્પાઉન્ડીંગ ફી તેમજ રૂપાંતર કરની રકમ ભરપાઇ કરી આપતા મે.કલેકટરશ્રી ભાવનગર દ્વારા તા.૦૫/૧૧/૨૦૧૮ નાં રોજ સીટી મામલતદારકચેરી ખાતે સોમનાથનગરનાં કુલ-૩ પટેલનગરના કુલ-૩ અને મીનાક્ષી સોસાયટી ના કુલ-૪ પ્લોટ હોલ્ડરોને તેમના પ્લોટોને રેવન્યુ રેકર્ડ માં દાખલ કરવા અંગે ના દાવા પ્રમાણપત્રો ઇસ્યુ કરવામાં આવેલ છે.આ દાવા પ્રમાણપત્ર થી વગર મંજુરીએ થયેલ રહેણાંકનાં બાંધકામને કાયદેસરતાં આપવામાં આવેલ છે અને આ દાવા પ્રમાણપત્ર થી આવા બાંધકામવાળા મિલ્કતધારકો હવેથી રેવન્યુ રેકર્ડમાં પોતાના નામે ચડાવી શકશે. તે સીટીમામલતદાર ભાવનગર દ્વારા જણાવવામાં આવેલ છે.