Main Menu

દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ ૫૮૦ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો

રમતગમત યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ, સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને અમરેલી જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્‍પર્ધાઓ યોજવામાં આવી હતી. બહેરા, અંધજન, શારીરિક ક્ષતિગ્રસ્‍તની વિવિધ સ્‍પર્ધાઓ અમરેલી સ્‍થિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર ખાતે યોજવામાં આવી હતી. જિલ્‍લાના ૫૮૦ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને
રોકડ પુરસ્‍કાર એનાયત કરવામાં આવ્‍યા હતા. સ્‍પર્ધાનું આયોજન દિવ્યાંગ સંસ્‍થાઓ અને તેમના પ્રતિનિધીશ્રી તેમજ અમરેલી જિલ્‍લા રમતગમત કચેરી દ્વારા કરવામાં આવેલ, તેમ જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.