Main Menu

દામનગર શહેર ની મુખ્ય બજારો માં દિવાળીની રોનક જોવા મળી, વેપારી ઓ નો ઉત્સાહ વધારતી ખરીદી

દામનગર દિવાળી ના તહેવાર પર ખરીદી નો ઉત્સાહ ઘનતેરસ અને ચૌદશ ની ખરીદી નીકળતા વેપારી ઓ ના ચહેરા પર રોનક  દેખાઈ દામનગર શહેર  ની મુખ્ય બજારો માં ભારે ટ્રાફિક ને નિયમન કરવા સ્થાનિક પોલીસે સરદાર ચોક થી જૂની શાકમાર્કેટ સુધી માં મોટા વાહનો માટે પ્રવેશબંધી કરવી પડી છેલ્લા ઘણા સમય થી ભારે મંદી નો સામનો કરતા નિર ઉત્સાહી વેપારી ઓ ની ચિંતા ઓછી કરતી ઘરાકી નીકળતા શહેર માં નાના મોટા વેપારો માં ઉત્સાહ જોવા મળ્યો હતો