Main Menu

ભાવમાં ઘટાડાનો દોર યથાવત રીતે જારી રહ્યો

પેટ્રોલ-ડીઝલ કિંમત છેલ્લા છ સપ્તાહમાં હવે સૌથી નીચે

પેટ્રોલની કિંમતમાં ૧૪-૧૬ પૈસાનો, ડીઝલની કિંમતમાં ૮-૧૦ પૈસા સુધીનો કરવામાં આવેલો લીટરદીઠ ઘટાડો
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે મંગળવારના દિવસે પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ પેટ્રોલ અને ડીઝલની કિંમત છ સપ્તાહમાં સૌથી નીચી સપાટી પર

પહોંચી ગઇ છે. રિટેલ કિંમતો આજે પણ ઘટી હતી. પેટ્રોલની કિંમતમાં ૧૪-૧૬ પૈસા સુધીનો લીટરદીઠ ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં લીટરદીઠ ૮-૧૦ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લા એક મહિનાના ગાળામાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૧૪ ડોલરનો ઘટાડો થયો છે. છેલ્લા બે સપ્તાહમાં ક્રુડની કિંમતમાં આશરે ૧૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. છેલ્લા થોડાક દિવસમાં અમેરિકી ડોલરની સામે રૂપિયો આશરે બે ટકા સુધીજ રિક્વર થયો છે. તમામ લોકોને આ બાબત જાણીને હેરાની થઇ શકે છે કે દિલ્હીની તુલનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમત નોઇડામાં ઓછી છે. નરમાઇના માહોલમાં સામાન્ય લોકોને રાહત થઇ રહી છે. મલ્ટી કોમોડીટી એક્સચેંજ પર નવેમ્બર ડિલીવરી ક્રુડ ઓઇલની કિંમત સોમવારના દિવસે ૪૫૭૨ રૂપિયા પ્રતિ બેરલ બોલાઇ હતી. એમસીએક્સ એક્સચેંજમાં ક્રુડ ઓઇલની કિંમત છેલ્લા એેક મહિનામાં ૧૦૦૦ રૂપિયા પ્રતિ બેરલ સુધી ઘટી ચુકી છે. પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ. છત્તિસગઢ, તેલંગણામા વિધાનસભાની ચૂંંટણી હવે નવેમ્બર અને ડિસેમ્બરમાં યોજાનાર છે ત્યારે પહેલા એમ માનવામાં આવી રહ્યુ હતુ કે ભાવમાં સતત વધારો કરવામાં આવતા શાસક પાર્ટીને ફટકો પડશે. પરંતુ હવે છેલ્લા ૨૦ દિવસથી કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા ૨૦ દિવસના ગાળામાં જ પેટ્રોલની કિંમતમાં ચાર રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. ફ્યુઅલની કિંમતોને ખુબ સંવેદનશીલ ગણવામાં આવે છે. અવિરત ઘટાડો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને વધુને વધુ રાહત મળી રહી છે. કરેક્શનનો દોર જારી રહેતા છેલ્લા એક મહિનામાં જ રિટેલ ફ્યુઅલની કિંમતમાં પાંચ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતના આધાર પર કિંમતો નક્કી થાય છે. આ મહિનાની શરૂઆત બાદથી તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલન કિંમતો ઘટતા ભાવમાં ભારતમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી. ચોથી ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧.૩૪ સુધી પહોંચી હતી ત્યારબાદથી ઘટાડો થઇ રહ્યો છે. બંનેની કિંમતમાં ઘટાડો હાલ જારી રહી શકે છે.