Main Menu

ઉના થી ટીંબી વચ્ચે થયેલ આંગડીયા લુંટના ચાર આરોપીઓને પકડી પાડી ૧૦,૪૫,૦૬૬/- નો મુદામાલ કબ્જે કરી આરોપીઓને જેલ હવાલે કરતી નાગેશ્રી પોલીસ ટીમ

💫 *શ્રી નિર્લીપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી નાઓએ* મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા અને તેવા આરોપીઓને જેલ હવાલે કરી મિલકત મુળઇ માલીકને પરત મળી જાય તે રીતે કામગીરી કરવા તમામને સુચનાઓ આપેલ હોય જે અન્વયે *શ્રી કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા નાઓના માર્ગદર્શન અન્વયે  શ્રી આર.ટી.ચનુરા ઇ.ચા.સર્કલ પોલીસ ઇન્સ. રાજુલાનાઓની રાહબરી હેઠળ નાગેશ્રી પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ.શ્રી જે.કે.મુળીયા સાહેબ* તથા નાગેશ્રી પોલીસ ટીમએ ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ આંગડીયા લુંટ ના આરોપીઓને લુંટમાં ગયેલ મુદામાલ સાથે ધરપકડ કરતી નાગેશ્રી પોલીસ ટીમ

💫 ગઇ તા.૦૨/૧૧/૨૦૧૮ ના રોજ *ઉના ની પી.શૈલેષ આંગડીયા પેઢીના કર્મચારી વિશ્ર્ણુભાઇ બબાભાઇ પટેલ રહે. ઉના* વાળાઓ પોતાની પીઢેીમાંથી રોકડા રૂા.૧૦,૪૭,૯૨૦/- તથા હીરાના પાર્સલ ૧૦ લઇને નીકળતાં નાગેશ્રી પોલીસ સ્ટેશનની હદની તદન નજીકમાં નેશનલ હાઇવે ઉપર ગાંગડા તથા ટીબી વચ્ચે આંગઢીયા પેઢીના કર્મચારીને માર મારી આંગડીયા લુંટ થયેલ અને તે અંગે ઉના પોલીસ સ્ટેશન ખાતે લુંટનો ગુન્હો રજી.થયેલ હતો.

💫 *પકડાયેલ આરોપીઓઃ-*
1⃣ રામજીભાઇ ભુપતભાઇ સાંખટ ઉ.વ.૨૩ રહે.વડલી તા.જાફરાબાદ
2⃣ પ્રતાપભાઇ ભુપતભાઇ સાંખટા ઉ.વ.૨૪ રહે.વડલી તા.જાફરાબાદ
3⃣ સંજયગીરી ભુપતગીરી ગૌસ્વામી ઉ.વ.૨૭ રહે.ભાવનગર પટેલ નગર મિલ્ટ્રી સલસાયટી પાછળ પ્લોટ નં. ૧૬
4⃣ ગોપાલ ઉર્ફે ગોપી છગનભાઇ ભાલીયા ઉ.વ.૨૩ રહે.ચિત્રાસર તા.જાફરાબાદ જી.અમરેલી

💫 *મળી આવેલ મુદામાલઃ-* રોકડા રૂપીયા ૧,૮૦,૦૬૬/- રફ હીરાના પકેટ નંગ-૧૨૩ કિરૂા.૮,૦૦,૦૦૦/-( આઠ લાખ પુરા) સોનાની સર નંગ-૦૩ કિ રૂા.૬૫૦૦૦/-  તથા આંગડીયા પેઢીનું સાહિત્ય મળી *કુલ મુદામાલ રૂા.૧૦,૪૫,૦૬૬/- નો મળી આવેલ છે.*

💫 આ કામનો માસ્ટર માઇન્ડ રામજી સાંખટએ સુરતમાં ઉનાની આંગડીયા લુંટનો પ્લાન બનાવેલ તે અન્વયે બનાવના દિવસે આરોપી ગોપાલ તથા સંજય તથા હર્ષદ સુરતથી આવેલ હતા.રાજ રાજેશ્રવરી હોટેલ પાસે મોઢે રૂમાલ બાંધી આંગઢીયા પેઢીના કર્મચારીના મોટર સાયકલ ઉપરથી પછાડી દઇ ધોકા તથા પાવડાના હાથાથી માર મારેલ અને આ અત્રેય આરોપીઓએ લુંટ કર્યા બાદ થેલો પ્રતાપને આપી દિધેલ અને પ્રતાપએ થેલો માસ્ટર માઇન્ડ રામજીને આપી દિધેલ હતો.ઉપરોકત ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ અર્થે ઉના પોલીસને સોપી આપવામાં આવેલ છે.ઉના પોલીસ ધ્વારા પકડવાનો બાકી આરોપી હર્ષદ તથા અન્ય તપાસમાં મળી આવેલ તે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતીમાન કર્યા છે.

*આમ, શ્રી નિર્લીપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓની સુચના અન્વયે નાગેશ્રી પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ.શ્રી જે.કે.મુળીયા સાહેબ તથા એમ.ટી.ચુડાસમા એ.એસ.આઇ ટીબી ઓ.પી. તથા પો.કોન્‍સ રવીરાજભાઇ ,પો.કોન્‍સ  લધુભાઇ તથા પો.કોન્‍સ સુરેશભાઇ વિગેરે નાઓએ ઉના પોલીસ સ્ટેશનની અનડીટેકટ આંગડીયા લુંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે