Main Menu

રાજુલા-સાવરકુંડલા રોડ પર બાઈક ઝાડમાં ઘુસી જતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત

અમરેલી પંથકમાં બે પરિવારોની દિવાળીએ માતમ છવાયો છે તેમના પરિવારના જુવાન જોધ સ્વજનનું અકાળે અવસાન થયું હતું રાજુલા સાવરકુંડલા રોડ પરની નચિકેતા સ્કૂલ પાસે   એક બાઈક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક વૃક્ષમાં ઘૂસી ગયું હત   આ ગમખ્વાર અકસ્માતમાં 2 યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા.     પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બંને  યુવાનો માંડરડી ગામના હોવાનું જાણવા મળ્યું હતું. આજે દિવાળીના દિવસે બંને યુવાનોના કમકમાટીભર્યા મોત થતા બંનેના પરિવાર સહિત ગામમાં પણ શોકનો  માહોલ છવાયો હતો.