Main Menu

ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બીયરની મોટર સાયકલ ઉપર હેરાફેરી કરતાં બે ઇસમોને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

*ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બીયરની મોટર સાયકલ ઉપર  હેરાફેરી કરતાં બે ઇસમોને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ*

💫 *પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ* અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી દારૂના કેસો કરવા સુચના આપેલ હોય જે અન્વયે *એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડીયાળી ગામ જવાના ટી.ટી.કોટન પાસેથી* રસ્તામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલ છે.

*પકડાયેલ આરોપીઃ-*
1⃣ ભરતભાઇ સામતભાઇ ચૌહાણ ઉ.વ.૩૦ ધંધો.હીરા ધસવાનો રહે.કડીયાળી તા.રાજુલા હાલ રહે.સુરત સહજાનંદ સોસાયટી નીલકંઠ સોસાયટી પાસે એલ.એચ.રોડ મોટા વરાછા
2⃣ સામતભાઇ ગીગાભાઇ ચૌહાણ ઉ.વ.૬૦ ધંધો.ખેતી રહે.કડીયાળી તા.રાજુલા જી.અમરેલી

💫 *પકડાયેલ મુદામાલઃ-* ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગઃ- ૧૪૪ તથા ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૨ તથા હાયવર્ડ ૫૦૦૦ બીયરના ટીન નંગ- ૮૪  તથા બે મોટા થેલા કિરૂા.૨૫૪૭૬/- તથા GJ05-DS-3119 કિ.રૂા.૨૦,૦૦૦/- મળી *કુલ મુદામાલ રૂા. ૪૫૪૭૬/- નો* મળી આવેલ

💫 ઉપરોકત આરોપીઓ સદરહું ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયર સુરતના કાપોદ્રા પાસે આવેલ ખોલવડ ગામેથી જુદા-જુદા બે મુસ્લીમ શખ્સો પાસેથી લાવેલ અને સુરતથી ટ્રાવેલસમાં અહીયા ઉતારી મોટર સાયકલમાં કડીયાળી લઇ જતી વખતે પકડાયેલ છે. આગળની વધુ તપાસ પીપાવાવ મરીન પોલીસ ચલાવી રહેલ છે.

*આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને ભારતીય બનાવટના વિદેશી દારૂની બીયરની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ/ટીન નંગ- ૨૪૦ કિરૂા.૨૫૧૭૬/- દારૂને ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.*