Main Menu

રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામની સીમમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી રૂ.૩૯૫૦/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી એલ.સી.બી

રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામની સીમમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી રૂ.૩૯૫૦/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી એલ.સી.બી.*_
💫પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લા માંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી પકડી પાડેલ છે.
💫 આજ રોજ તા.૧૩/૧૧/૨૦૧૮ નાં *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ* રાજુલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે *હિંમતભાઇ બચુભાઇ આસોદ્રા તથા વજુભાઇ બચુભાઇ આસોદ્રા* બન્ને પોતાની વાડીનાં શેઢે બાબરીયાધાર નદીનાં કાંઠે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે અને દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી શરૂ હોય દેશી દારૂ ગાળતાં બન્નેે ઇસમો નાશી ગયેલ અને સદરહું જગ્યાએથી દેશી દારૂ લી.૨૦, કેન સહિત કિં.રૂ.૬૫૦/- તથા આથો લીટર ૯૦૦, કિં.રૂ.૨,૭૦૦/- તથા ગોળ તથા ભઠ્ઠીના સાધનો તેમજ અન્ય મુદ્દામાલ કિં.રૂ.૬૦૦/-  મળી *કુલ કિં.રૂ.૩,૯૫૦/- નો મુદ્દામાલ* મળી આવતાં નાશી જનાર બન્ને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી હાથ ધરી પકડાયેલ મુદ્દામાલ રાજુલા પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે.
💫 આ કામગીરી *પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.