Main Menu

ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર આવેલ કલ્પદ્રુમ-૨ ફ્લેટ માં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ રૂપિયા ૮૮,૫૦૦/- મળી કુલ રૂપિયા ૧,૦૬,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેશના ભાગરૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. પ્રદીપસિંહ ગોહીલને મળેલ બાતમી આધારે હર્ષભાઇ અરવિંદભાઇ પટેલ રહેવાસી. કલ્પદ્રુમ-૨ ફ્લેટ નંબર-૫, તખતેશ્ર્વર પોસ્ટ ઓફિસ સામે, વાઘાવાડીરોડ ભાવનગર વાળાના કબ્જા ભોગવટા વાળા ફલેટમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો (૧) હર્ષભાઇ અરવિંદભાઇ પટેલ ઉ.વ.૨૯ રહે. કલ્પદ્રુમ-૨ ફ્લેટ નંબર-૫, તખતેશ્ર્વર પોસ્ટ ઓફિસ સામે, વાઘાવાડીરોડ ભાવનગર  (૨) અવધભાઇ વિજયભાઇ વનાણી/પટેલ ઉ.વ.૩૨ રહે. મુની ડેરી, પટેલ પાર્ક, દત્ત બંગલો સોસાયટી પ્લોટ નંબર એ-૩/બી ભાવનગર  (૩) રાજેશભાઇ ચંદુભાઇ પટેલ ઉ.વ.૩૮ રહે. કણબીવાડ, ધજાગરાવાળી શેરી ફાનસવાળો ડેલો  ભાવનગરવાળાઓને રોકડ રૂપિયા રૂ|.૮૮૫૦૦/- તથા મોબાઇલ ફોન-૩ કિ.રૂ.૧૮,૦૦૦/- તથા ગંજીપાના મળી કુલ રૂપિયા ૧,૦૬,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબ તથા હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા જગદીશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા હારીતસિંહ ચૌહાણ તથા શરદભાઇ ભટ્ટ તથા બાવકુદાન ગઢવી તથા મહિપાલસિંહ ગોહીલ જોડાયા હતા.