Main Menu

રાજકોટ મધ્યસ્થ જેલ માંથી છેલ્‍લા બે વર્ષથી પેરોલ રજા પર થી ફરાર કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી

મ્‍હે.પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓએ પેરોલ – ફર્લો રજા તથા વચગાળાના જામીન પરથી ફરાર પાકા કામના કેદીઓને પકડી પાડી બાકી રહેતી સજા ભોગવવા જેલમાં સોંપવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપતા અમરેલી પેરોલ ફર્લો સ્‍કોર્ડના ઇન્ચાર્જ પો.સબ ઇન્‍સ. આર. કે. કરમટા તથા એ.એસ.આઇ. બળરામભાઇ વી. પરમાર તથા હેડ કોન્‍સ. શ્‍યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ. સુરેશભાઇ દાફડા તથા પો.કોન્‍સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્‍સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. દિક્ષીતભાઇ રામાણી નાઓ દ્રારા મધ્‍યસ્‍થ જેલ રાજકોટના પાકા કામના કેદી નં.૪૧૬૮૪ રીઝવાન ઉર્ફે રીઝુડો મંહમદભાઇ રફાઇ (ફકીર) ઉ.વ.૩૦ રહે.અમરેલી ઠે.ભારતનગર મસ્જીદની બાજુમાં કુકાવાવ રોડ તા.જી. અમરેલી હાલ-રહે.- ગારીયાધાર ઠે. મફતપરા તા. ગારીયાધાર જી.ભાવનગર વાળાને અમરેલી સીટી પો.સ્ટે. ફ.ગુ.ર. નં.૨૨/૨૦૧૦ આઇ.પી.સી.કલમ ૩૦૨ વિ. મુજબના ગુન્હાના કામે નામદાર સેસન્શ કોર્ટ અમરેલીના સેશન્સ કેસનં.-૪૩/૨૦૧૦ આધારે તા.૦૫/૦૭/૨૦૧૧ ના રોજ મજકુર કેદીને આજીવન કેદ તથા દંડની સજા થયેલ જે કામે મજકુર કેદી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે પાકા કામના કેદી તરીકે સજા કાપતો હોય અને મજકુર કેદી નામદાર ગુજરાત હાઇકોર્ટના અલગ-અલગ આદેશાનુસાર તા.૨૨/૦૮/૨૦૧૬ ના પેરોલ રજા પર છુટેલ અને મજકુર કેદીને પેરોલ રજા પરથી તા.૨૮/૦૯/૨૦૧૬ ના રોજ મધ્‍યસ્‍થ જેલ રાજકોટ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર કેદી હાજર થયેલ નહી અને તા.૨૮/૦૯/૨૦૧૬ થી પેરોલ રજા પર થી ફરાર હતો અને આજરોજ તા.૧૪/૧૧/૨૦૧૮ ના રોજ મજકુર કેદીને ચોક્કસ બાત્‍મી આધારે પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે બાકી રહેલ સજા ભોગવવા સોંપી આપવામાં તજવીજ કરેલ. આમ પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલીએ પેરોલ રજા પરથી ફરાર પાકા કામના કેદીને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

Sent from my iPhone