Main Menu

અનુસૂચિત જાતિ યોગ તાલીમ સેમિનારમાં ભાગ લેવા બાબત

સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા અમરેલી જિલ્‍લામાં અનુ. જાતિની વસ્‍તી ધરાવતા એક તાલુકા મથકે અનુ. જાતિ યોગ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવનાર છે. તા.૩૦ નવેમ્‍બર-૨૦૧૮ પહેલા વિનામૂલ્‍યે યોગ સેમિનાર યોજવામાં આવશે. આથી યોગમાં રસ ધરાવતા અનુ.જાતિના ઉમેદવારોએ પ્રાદેશિક-જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર-અમરેલીના ફોન નં. ૦૨૭૯૨-૨૨૧૯૬૧ અને મો.નં. ૭૮૭૪૭૪૧૮૭૨ પર સિનિયર કોચશ્રીનો સંપર્ક કરીને વિનામૂલ્‍યે પ્રવેશપત્ર મેળવી લેવાના રહેશે. પ્રવેશપત્રમાં સંપૂર્ણ વિગતો ભરીને તા.૨૫ નવે.-૨૦૧૮ સુધીમાં સરદાર પટેલ રમત સંકુલ, જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, ગોળ દવાખાનાની બાજુમાં, ચિતલ રોડ, અમરેલી ૩૬૫૬૦૧ના સરનામે રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલી આપવાના રહેશે. પસંદ થયેલા ઉમેદવારોને જાણ કરવામાં આવશે, તેમ જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.