Main Menu

ભારતને એક કરનાર સરદાર પટેલમાં કાશ્મીર સમસ્યા ઉકેલવાની પણ સૂઝબૂઝ હતી : શ્રી વિભાવરીબેન દવે

એકતા યાત્રાના માધ્યમથી રાષ્ટ્રની એકતા-અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબનો એકતાનો સંદેશ રાજ્યના ગામેગામ ગુંજતો થયો છે. દેશ માટે સમર્પિત થનારા મહાપુરુષોના ત્યાગ અને સમર્પણ દેશની આવનારી પેઢી જાણે તે જરૂરી છે. તેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્ય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને ગુજરાતના મહાપુરુષ સરદાર પટેલને યથાયોગ્ય શ્રદ્ધાંજલિ આપી છે. એમ ઘોઘા ગેઇટ ભાવનગર ખાતેથી બીજા ચરણની એકતા યાત્રાને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવતા મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રીશ્રી વિભાવરીબેન દવે જણાવ્યું હતું.  ઘોઘા ગેઇટ ખાતે યોજાયેલા સમારોહને સંબોધતા મંત્રીશ્રી વિભાવરીબેન દવે વધુમાં જણાવ્યું હતું કે, ભાવિ પેઢી સરદાર પટેલના આદર્શ જીવનમાંથી પ્રેરણા લે તે માટે એકતા યાત્રાનું આયોજન કરાયુ છે ૫૬૨ રજવાડાઓને એક કરીને સરદાર પટેલે તેમની કુનેહ અને દીર્ઘદ્રષ્ટીથી ભારતને એક કરનાર અખંડ ભારતનું નિર્માણ કયું હતું.વધુમાં સરદાર પટેલમાં કાશ્મીર સમસ્યા ઉકેલવાની પણ સૂઝબૂઝ હતી તેમ.ઉમેર્યુ હતુ.  સરદાર સાથે પોતાના વતન બારડોલીનો જૂનો અને અતૂટ નાતો હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્ર શિલ્પીની આટલી ભવ્ય અને વિરાટ પ્રતિમા ભારત સિવાય વિશ્વના અન્ય કોઇ દેશે સ્થાપિત કરી નથી.પોતાની કર્મભૂમિ બારડોલીમાં સફળ સત્યાગ્રહ કરી અંગેજોને ઝુકાવનાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ બારડોલીની ધરતી પરથી મળ્યું હતું. અને સત્યાગ્રહ પછી જ દેશભરમાં તેઓ સરદારના નામથી ખ્યાતિ પામ્યા હતા. સ્ટેચ્યુ સ્ટેચ્ય ઓફ યુનિટીને જોવા પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો હોવાનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યુ કે, રોજ ૧૫ હજારથી વધુ મુલાકાતીઓ સ્ટેચ્યુની મુલાકાતે આવે છે. જેનાથી ટ્રાન્સ્પોર્ટ, હોટેલ, સ્થાનિક વ્યાપાર, રાજ્યના એસટી બસ વ્યવહારને ઉત્તેજન મળ્યું છે આ વેળાએ ઉપસ્થિત તમામે રાષ્ટ્રની એકતા માટેના સામૂહિક શપથ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એકતા યાત્રાનો બીજો તબક્કો આગામી મહાનગરોના ૧૩૧ વોર્ડને આવરીને સરદાર સાહેબનો એકતાનો સંદેશો પ્રસરાવ્યો હતો.  આ પ્રસંગે ભાવનગર મહાનગર પાલીકાના મેયરશ્રી મનહરભાઇ મોરી , પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડ્ફીયા , શહેર ભાજપ પ્રમુખશ્રી સનતભાઇ મોદી , ભાવનગર મહાનગર પાલીકા કમિશ્નરશ્રી એમ.એન.ગાંધી , ડે.કમિશ્નરશ્રી ગોવાણી , ભાવનગર મહાનગર પાલીકાના ડે.મેયરશ્રી અશોકભાઇ બારૈયા , સ્ટેંડીગ કમીટીના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ , માન.નેતાશ્રી શાસક પક્ષ પરેશભાઇ પંડ્યા , સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ , અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.