Main Menu

ખાંભા પંથકમાંથી ઝડપાયેલ રેશનીંગ કૌભાંડનાં મુળ સુધી જઈ તપાસ કરો : આરટીઆઈ એકટીવીસ્‍ટ એસોસીએશનની માંગ

આરટીઆઈ એકટીવીસ્‍ટ એસોસીએશનની માંગ ખાંભા પંથકમાંથી ઝડપાયેલ રેશનીંગ કૌભાંડનાં મુળ સુધી જઈ તપાસ કરો. તટસ્‍થ તપાસ થાય તો અનેક બાબુઓ પણ ફસાઈ શકે તેમ છે. ખાંભાનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ એસોસીએશને મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને ખાંભા પંથકમાંથી ઝડપાયેલ રેશનીંગ કૌભાંડની તટસ્‍થ તપાસ કરવાની માંગ કરેલ છે.પત્રમાં જણાવેલ છે કે, ગુજરાત ભરમાં ચાલતા રેશનીંગ કૌભાંડમાં ખાંભા તાલુકાના રેશનીંગ પરવાનો દ્રારાયે પોતાનો સુર પુરાવ્‍યો હોય તેમ મૃત વ્‍યકિતનાં નામે-બહાર રહેવા ગયેલા પરિવારોનાં નામે પોતાના પરિવારનાં સભયોનાં નામે તવંગરો, સાધુસંતો, બોગસનામનાં રેશનીંગ કાર્ડ બનાવી વર્ષ ર01રથી કૌભાંડ આચરાઈ રહૃાું છે. આ કૌભાંડીયાઓને ખાંભા મામલતદાર કચેરીનાં ઈમાનદાર અને પ્રમાણીક પુરવઠા મામલતદાર વાળાએ દરોડાઓ પાડી બોગસ રેશનીંગકાર્ડ તથા અન લીગલી જથ્‍થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી પાંચ-રેશનીંગ પરવાનેદારો સામે કરી પરંતુ નીચેનાં પ્રશ્‍નો અનઉતર હોય તેની તટસ્‍થ અને કાર્યદક્ષ અને પ્રમાણીક એવા ગાંધીનગરથી સ્‍પેશ્‍યલ તપાસ અધિકારીની નિમણુંક કરી તપાસ કરાવવા અનેકસુરવાર હોય તેવા પૂરવઠા મામલતદારો સામે પગલા લેવા ખાંભા માંથી રેશનીંગ કૌભાંડ આચરનારા પાંચ દુકાનદારો સામે પોલીસ ફરિયાદ કરાવી રીમાન્‍ડ મેળવી સજા આપવી જેથી ભવિષ્‍યમાં રાશન કૌભાંડ કરનાર બોધપાઠ લે.વધુમાં જણાવે છે કે, ખાંભા તાલુકાની 38 રેશનીંગની દુકાને પૈકી માત્ર પાંચ જ દુકાનોમાં તપાસ થતા ગોલમાલ પકડાયેલ હોય બાકીની 33 દુકાનોની પણ તપાસ કરવા અને મહિલાઓનાં નામે ચાલતી દુકાનોનાં બદલે અન્‍ય વહીવટ કરનારાઓનાં સહીનાં નમુનાઓ લેવા.વર્ષ ર01રથી આજદિન સુધી જે-જે કાર્ડ ઈશ્‍યુ થયા છે તેના ભરાયેલ કે.વાય.સી. ઈશ્‍યુ કરનાર પુરવઠા મામલતદાર તેના આગલા અંગુઠાનાં નિશાન આપનાર પુરવઠા મામલતદારો અને મંજુરીની મોર મારનાર મામલતદારોની તપાસ કરવી.વધુમાં જણાવે છે કે સરકારનાં નિયમ મુજબ દુકાનનાં પરવાનેદારનાં નામનું બોર્ડ રજી.નંબર, મો.નંબર ભાવપત્રક, બીલ આપવું, દુકાન ખોલવા બંધ કરવાનો સમય લખવ ફરજીયાત હોવા છતાં ઉપરોકત સરકારી નિયમોનો ઉલાળીયો કરતો હોય તેની અમલવારી તાત્‍કાલીક કરાવવા.

અમરેલી જીલ્‍લા કલેકટર ર્ેારા તા. 1/09/18 ના આદેશ બાદ 1/9/18 થી 31/10/ર018ના સમયગાળામાં ઉપડેલ અનાજનાં આંકડા તથા જાન્‍યુઆરી ર018થી 31 જુલાઈ ર018ના ઉપડેલા અનાજના આંકડાનો ફરકતપાસવો.વધુમાં જણાવે છે કે, ખાંભા તાલુકામાંથી રેશનીંગ પરવાનેદારોને ત્‍યાં પાડેલા દરોડા દરમિયાન નકલી રેશનીંગ કાર્ડ જપ્‍ત કરી દુકાનો સીલ કર્યાથી સંતોષ ન માની ડુપ્‍લીકેટ કાર્ડ જયાં જયાંથી જપ્‍ત થયા છે, તે દુકાનદારો સામે પોલીસ ફરિયાદ નોંધવી. ખાંભા તાલુકાની 38 રેશનીંગ દુકાનો પૈકી પાંચ દુકાનોમાં જો મસમોટુ કૌભાંડ પકડાયુ હોય તો બાકીની 33 દુકાનોમાં પણ તપાસ કરવી.વધુમાં જણાવે છે કે, ખાંભા-રની દુકાનની ફરિયાદ થયા બાદ કાર્ડ ધારકોનાં નામમાં ફેર કરી ફેરફાર   વાળા નામ બદલી નાખેલ પરંતુ કાર્ડ નંબર તો જુનાને જુના છે, તેની તપાસ કરવા સાથે ખાંભા તાલુકાભરનાં રેશનકાર્ડ ધારકોનાં નામ બદલાયેલ હોય જે નંબરની તપાસ કરવી. મૃત વ્‍યકિતઓનાં નામે ખાંભાનાં ગીદરડી/હનમાનપુર ખાંભા-ર થા કુંડલાનાં વડાળ ગામે ઉપાડેલ રેશનીંગના જથ્‍થાનાં ફુડ કુપનની તપાસ કરવી તેમ અંતમાં જણાવેલ છે.