Main Menu

બાબરા પો.સ્ટે.ના ચોરીના ગુન્હા્માં સાત વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ અમરેલી જીલ્લા્માં ગુન્હો કરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે* બાબરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૦૩/૨૦૧૧, ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુન્હાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા્ સાત વર્ષથીનાસતા ફરતાં આરોપીને ચોક્કસ બાતમી આધારે બાબરા બસ સ્ટેશનથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.
પકડાયેલ આરોપી :
રમેશભાઈ કેશુભાઇ ખાવડીયા , ઉં.વ.૨૭, ધંધો.મજુરી , રહે.નીલવડા  તા.બાબરા  જી.અમરેલી વાળાને આજરોજ તા.૨૦/૧૧/૨૦૧૮ ના કલાક ૧૩/૪૫ વાગ્યે અટક કરી વધુ તપાસ અર્થે બાબરા  પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.  આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી મરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ લ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી.ટીમ દ્વારા કરવામાં આવેલ છે.