Main Menu

પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા અમરેલી ખાતે તા.૨૭મીએ બેટરી ટેસ્‍ટ યોજાશે

સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્‍લા કક્ષા સ્‍પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત ટેલેન્‍ટ આઇડેન્‍ટીફિકેશન દ્વારા પ્રતિભાશાળી (યંગ ટેલેન્‍ટ)
ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે આગામી તા.૨૭ નવેમ્‍બર-૨૦૧૮ના રોજ સવારે ૮ વાગ્યે જિલ્લા કક્ષા બેટરી ટેસ્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ખેલમહાકુંભ-
૨૦૧૮માં તાલુકા કક્ષાની અંડર-૯ તથા અંડર-૧૧ની ઇવેન્‍ટમાં ક્રમ ૧ થી ૮માં પસંદગી પામેલ તા.૧ જાન્યુઆરી-૨૦૦૮ પછી જન્‍મેલા તમામ ભાઇ-બહેનો આ બેટરી ટેસ્‍ટમાં ભાગ
લઇ શકશે. કન્‍વીનરશ્રી જીજ્ઞેશભાઇ એમ. સોલંકીના સંપર્ક નં. (૦૨૭૯૨) ૨૨૧૯૬૧, મો.નં.૭૮૭૪૭૪૧૮૭૨ છે. આ વિશે વધુ માહિતી માટે સિનીયર કોચશ્રી, જિલ્‍લા રમત
પ્રશિક્ષણ કેન્‍દ્ર, ચિતલ રોડ-અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે.