Main Menu

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રાજપરા ખોડીયાર મંદિરે રાજય કક્ષાનો ત્રીજો “ ખોડીયાર ઉત્સવ ’’ મહાનુભાવોની હાજરીમાં રંગેચંગે ઉજવાયો

૧૧ માર્ચે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ ગુજરાત સરકાર અનેજિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્રારા જિલ્લાના શિહોર તાલુકાના રાજપરા ખોડીયાર મંદિરે રાજય કક્ષાનો ત્રીજો ખોડીયાર ઉત્સવનીઉજવણી કેન્દ્રીય રાજય સડકપરિવહન મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદિય સચિવ શ્રીમતીવિભાવરીબેન દવે, સાંસદ ર્ડા.ભારતીબેન શિયાળ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજાયો હતો. આકાર્યક્રમનો દિપપ્રાગટયકરી કાર્યક્રમને ખુલ્લો મુકતાં કેન્દ્રીય રાજય સડકપરિવહન મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યુ હતુ કે આજે અહી રાજપરાખોડીયાર મંદિરે ત્રીજો ખોડીયાર ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.તે થકી લોકોની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધશે. જુના જમાનામાં રાજાનેઇશ્વરનો અંશ માનવામાં આવતો હતો તે રાજાઓ ઇશ્વરને સર્વોપરી ગણતા હતા. તેમણે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનેયાદ કરી અને તેમની ત્યાગની ભાવનાને બિરદાવી હતી. સાથે સાથે તેમણે ભાવનગર શહેર તેમજ જિલ્લાના લોકો પર માંખોડીયારના આશિર્વાદ સતત વઘતા રહે તેવી માતાજીને પ્રાથના કરી હતી. વઘુમાં તેમણે જણાવ્યુ હતુ કે ઘાર્મિક ઇતિહાસને ઉજાગરકરવા માટે ખોડીયાર ઉત્સવની ઉજવણી થઇ રહી છે. આ ઘાર્મિક સ્થળે સ્વચ્છતા, સુઘડતા અને સારા વાતાવરણના નિર્માણ માટેમાનનીય મંત્રીશ્રીએ ખોડીયાર મંદિર ટ્રસ્ટના વહીવટની સરાહના કરી હતી. આ પ્રસંગે માનનીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએખોડીયાર મંદિર થી હાઇવે રોડ સુઘીના નિર્માણ પામેલા પાકા રસ્તાનુ લોકાર્પણ કર્યુ હતુ.આ પ્રસંગે વિવિઘ સાંસ્કૃતીક રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખશ્રી મહેન્દ્રસિંહજીસરવૈયા, યુવરાજ જયવિરસિંહજી, ઘારાસભ્યશ્રી શિવાભાઇ ગોહિલ,મેયર શ્રીમતી નીમૂબેન, જિલ્લા કલેકટરશ્રી હર્ષદભાઇ પટેલ,જિલ્લાઆયોજન અધિકારીશ્રી બ્રિજેશ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જોશી, જિલ્લા રમત ગમત અઘિકારી શ્રીમતી સીમાબેનગાંઘી, પ્રાંત અઘિકારીઓ સર્વશ્રી એમ.એ.સૈયદ, તૃપ્તીબેન વ્યાસ,નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી દોશી તથા જિલ્લાનાંપદાઘીકારીઓ,અધિકારીઓ તથા શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.