Main Menu

પરીક્ષાર્થીઓની લાગણી અને સંવેદનાને ધ્યાનમાં રાખીને સરકારે પુનઃપરીક્ષાનો નિર્ણય અને કસૂરવાર સામે તાત્કાલિક કાર્યવાહી કરી છે. – શ્રી ભરત પંડયા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લઈને તાકિદે એકશન લીધાં છે. કોંગ્રેસ પોતાના ભ્રષ્ટાચારીઓ સામે એકશન લેતી નથી. જ્યારે ભાજપ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણીએ તાત્કાલિક બે લોકોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે. – શ્રી ભરત પંડયા
મુખ્યમંત્રીશ્રી પર જૂઠ્ઠા આક્ષેપ કરનારા શ્રી પરેશ ધાનાણીને શ્રી ભરત પંડયાનો જવાબ. જાહેરજીવનમાં આધાર કે પૂરાવાવગરનાજૂઠ્ઠા આક્ષેપો કરનારાઓની વિશ્વસનીયતા રહેતી નથી. જો અમે પણ આનું મૂળ વિપક્ષના નેતા સુધી પહોંચે છે તેવું કહીએ તો શું એ યોગ્ય છે?
શું કોંગ્રેસ પુનઃ પરીક્ષાનો વિરોધ કરે છે ? કે પેપરલીક કરેલ ગુન્હેગારોને સામે એકશન લીધાં તેનો વિરોધ કરે છે ? કોંગ્રેસનો વિરોધ માત્ર રાજકીય સ્વાર્થ અને ઉશ્કેરાટ માટે છે તે ગુજરાતની જનતા સમજી ચૂકી છે.– શ્રી ભરત પંડયા પુનઃપરીક્ષાનો નિર્ણયએ તમામ પરીક્ષાર્થીઓ માટે હિતકારી છે. તેથી જે લોકો પેપરલીક પછી પરીક્ષા યોજાવી જોઈએ તેવો બદઈરાદો રાખનારા અને ઉશ્કેરાટ ફેલાવનારા પરીક્ષાર્થીઓના હિત વિરોધી તત્વોથી સાવધાન રહે તેવી પરીક્ષાર્થીઓને નમ્ર અપીલ છે.– શ્રી ભરત પંડયા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, લોકરક્ષકના પેપરલીકની ઘટનાએકમનશીબ અને પરીક્ષાર્થીઓ માટે પીડાદાયક છે. તમામ પરીક્ષાર્થીઓની લાગણી છે કે પરીક્ષા પારદર્શક અને ન્યાયી રીતે લેવામાં આવે. પેપરલીકમાં જે પણ કસુરવાર હોય તેની સામે સરકાર કડકમાં કડક એકશન લે. આ પરીક્ષાર્થીઓની લાગણી અને સંવેદનાની સાથે જ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારની પણ લાગણી અને સંવેદના જોડાયેલી છે. ભાજપ સરકાર ઝીરો ટોરલેન્સથી કામ કરે છે. પારદર્શિતા સાથે એકશનમાં માને છે.સરકારે આ બે બાબતને ધ્યાનમાં રાખીને જ કાર્યવાહી કરી છે. શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, પેપરલીક પછી પરીક્ષા લેવાય તો હોંશીયાર પરીક્ષાર્થીઓને ખૂબ અન્યાય થાય એટલે સરકારે પ્રામાણિક અને પરીશ્રમી પરીક્ષાર્થીઓના અધિકાર જળવાઈ રહે તેમજ પારદર્શક પરીક્ષા અને ન્યાયી રીતે યોજાય તે માટે પુનઃપરીક્ષાનો નિર્ણય લીધો છે. હવે પછી લેનાર પરીક્ષામાં તમામ લોકોને ઘરથી પરીક્ષા કેન્દ્ર સુધી આવવા-જવાનું ભાડું આપવાનો સરકારે નિર્ણય લીધો છે. દરેક પરીક્ષાર્થીઓની લાગણી છે કે, પેપરલીકમાં જવાબદાર લોકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે સરકારે તાકીદેગણતરીના કલાકોમાં કોઈની પણ શેહશરમ રાખ્યાં વિના કસુરવારોને પકડવાનું શરૂ કરી દીધું છે. તેમાં ભાજપના બે કાર્યકર્તા (1) મુકેશ ચૌધરી વડગામ તા.પં.નો સભ્ય છે અને (2) મનહર પટેલ બાયડના કાર્યકર્તાના નામ આવતાની સાથે તેમને તાત્કાલિક અસરથી ભાજપનાં પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણીએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં છે. પોલીસતંત્ર દ્વારા હજૂ મુળ શોધવાનું ચાલુ છે. એક પછી એક ગુન્હેગારો પકડાતા જાય છે ને પોલીસ અધિકારી દ્વારા મિડીયામાં પારદર્શી રીતે ગુન્હેગારો સાથે જનતા સમક્ષ ઘટનાક્રમ મુકવામાં આવી રહ્યો છે. સરકારને કોઈપણ પ્રકારનું, કોઈનું પણ ખોટું ચલાવી લેવું નથી કોંગ્રેસના વિપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણી અને નેતાઓએ બેફામ જૂઠ્ઠા આક્ષેપો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ઉપર કર્યાં છે તેને સખ્ત શબ્દોમાં વખોડી નાંખીને ભાજપના પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, જાહેરજીવનમાં આધાર કે પુરાવાવગર આ પ્રકારના આક્ષેપો કરનારાઓની પ્રજામાં વિશ્વસનીયતા રહેતી નથી. જો અમે પણ એવો રાજકીય આક્ષેપ કરીએ કે, આ ઘટનાક્રમનું મૂળ વિપક્ષના નેતા સુધી પહોંચે છે. તો તે યોગ્ય ન ગણાય. એટલે કે કોઈએ પણ તથ્યો વગર મનઘડત જૂઠ્ઠા આક્ષેપોન કરવા જોઈએ. કોંગ્રેસ કયારેય પોતાના ભ્રષ્ટાચારીઓને સસ્પેન્ડ કરતી નથી,મગફળી કાંડ કે હિંસામાં પકડાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર કોંગ્રેસ એકશન લેતી નથી ઉલ્ટાનું તેને છાવરવાનું કામ કરે છે. જયારે ભાજપે તાકીદે સસ્પેન્ડ કરીને એકશન લે છે. ભાજપ પારદર્શિતા માટે એકશન લે છે ત્યારે તે વિરૂદ્ધની કોંગ્રેસ માનસિકતા પ્રદર્શિત કરીને રાજકીય વિવાદ ઊભો કરવા માંગે છે. શ્રી પંડયાએ કોંગ્રેસને સવાલ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ શેનો વિરોધ કરી રહી છે ? શું કોંગ્રેસ પુનઃ પરીક્ષાનો વિરોધ કરે છે ? કે પેપરલીક કરેલ ગુન્હેગારોને સામે એકશન લીધાં તેનો વિરોધ કરે છે ? કોંગ્રેસનો વિરોધ માત્ર રાજકીય સ્વાર્થ અને ઉશ્કેરાટ માટે છે તે ગુજરાતની જનતા સમજે છે. ભાજપ સરકારે તમામ પરીક્ષાર્થીઓની લાગણી, સંવેદના સમજીને પુનઃ પરીક્ષા અને કસુરવાર સામે એકશન-નિર્ણયો કર્યાં છે. કોંગ્રેસના હ્યદયમાં પરીક્ષાર્થીનું હિત નથી પરંતુ રાજકીય સ્વાર્થ છે. કોંગ્રેસ સતત અપપ્રચાર, ઉશ્કેરાટ, વેરઝેર અને અશાંતિ ફેલાવવાના પ્રયાસ કરે છે પરંતુ ગુજરાતની જનતા તેને નિષ્ફળ બનાવે છે. કોંગ્રેસના વિચારો, કાર્યક્રમો, નિવેદનોએ ગુજરાતના હિતમાં કે જનહિતમાં હોતા નથી. માત્ર પોતાના રાજકીય સ્વાર્થ અને વાદ-વિવાદ, વેરઝેર ઊભા કરવા માટેનાં હોય છે. શ્રી પંડયાએ તમામ પરીક્ષાર્થીઓને હ્યદયપૂર્વકની અપીલ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ
સરકાર આપ સહુની લાગણી, સંવેદના સાથે મક્કમ રીતે ઊભી છે અને એટલે આપ સહુને અન્યાય ન થાય તેમજ પ્રામાણિક, પરીશ્રમી
યુવાનોના અધિકાર જળવાઈ રહે તે હેતુથી પુનઃ પરીક્ષાનો નિર્ણય લીધો છે અને ગુન્હેગાર સામે કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે. તેથી જે લોકો પેપરલીક પછી પરીક્ષા યોજાવી જોઈએ તેવો બદઈરાદો રાખનારા અને ઉશ્કેરાટ ફેલાવનારા પરીક્ષાર્થીઓના હિત વિરોધી તત્વોથી સાવધાન રહે તેવી નમ્ર અપીલ શ્રી પંડયાએ કરી હતી.