Main Menu

બોટાદમાં છ વર્ષની બાળા પર દુષ્કર્મ કરનાર આખરે કુલદીપ ઉર્ફે અરુણ પરમાર ઝડપાયો

સમગ્ર જિલ્લામાં અતિ ચર્ચાસ્પદ બનેલી ઘટના નો આખરે અંત, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને ટીમને મળી જબરદસ્ત સફળતા
આરોપીને શોધવા જિલ્લા પોલીસવડાએ અલગ અલગ ટિમો બનાવી હતી, સ્કેચ પણ તૈયાર કરાયો હતો, ઘટનાને લઈ સમગ્ર જિલ્લામાં રોષ ફાટી નીકળ્યો હતો
– જિલ્લા પોલીસવડા પ્રેસકોન્ફરન્સમાં મીડિયા ને વિગતો આપી, જનજાગૃતિ માટે એસપી એ સમગ્ર જિલ્લાને અપીલ કરી
અતિ ચર્ચાસ્પદ બનેલી બોટાદ જિલ્લામાં છ વર્ષની માસુમ બાળકીને તારીખ ૨૯ ના રોડ એક અજાણ્યા નરાધમે પતંગની લાલચ આપી ફેસલાવી અવાવરૃ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતા હતી અને બોટાદ શહેર અને જિલ્લામાં હાહાકાર મચી ગયો હતો જ્યારે બોટાદ જિલ્લા પોલીસે આ ઘટનાને લઇ અલગ અલગ ટીમો બનાવી ચારે બાજુ તપાસ હાથ ધરવામાં આવી હતી તારીખ ૨૯ ના રોજ બોટાદ શહેરમાં છ વર્ષની વયની માસુમ બાળકી બપોરના ત્રણ થી ચાર વાગ્યાની આસપાસ બહાર રમતી હતી ત્યારે તેનો ગેરલાભ લઈ કોઈ અજાણ્યા નરાધમે બાળકીને પતંગની લાલચ આપી ફેસલાવીને અવાવરું જગ્યામાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. જેની જાણ તેના માતા-પિતાને થતા બાળકીને પ્રથમ બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ .જ્યાં સારવાર દરમિયાન તેણીની હાલત ગંભીર હોઈ વધુ સારવાર અર્થે ભાવનગર દવાખાને ખસેડવામાં આવેલ બનાવ સંદર્ભે બોટાદ પોલીસ દ્વારા અજાણ્યા શખસ વિરૃદ્ધ આઈ. પી. સી. કલમ ૩૭૬ એબી તથા પોસ્કો એકમ ૪, ૮, ૧૨ તથા જુવેનાઇલ જસ્ટિસ તેમજ ૨૦૧૫ ની કલમ ૮૪ મુજબ તેમજ કેર એન્ડ પ્રોટક્શન ઓફ્ ચિલ્ડ્રન એક્ટ હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છ વર્ષની બાળા પર બળાત્કાર ના પગલે બોટાદ શહેર અને જિલ્લા પંથકમાં હાહાકાર મચી જવા પામેલ ઘટનાને લઈ જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા દ્વારા DYSP LCB SOG સહિત ૧૫૦જેટલા પોલીસ કર્મીઓની ટીમ સાથે ટેક્નિકલ અને ઇન્વેસ્ટિગેશન ટિમો પણ બનાવવા આવી હતી ખાસ કરીને આ ઘટના સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ટાઉન બની હતી પોલીસ માટે એકબપડકાર હતો પોલીસ દ્વારા આરોપીઓના સ્કેચ પણ જાહેર કરાયા હતા તેમજ બાળકના વર્ણનના આધાર પણ યાદીઓ કરવામાં આવી હતી જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા અને ટીમે ગોપનીય ચોક્કસ બાતમીના આધારે આજે સવારે બોટાદના ગઢડા રોડ પર આંનદધામ સોસાયટી વિસ્તારમાં રહેતો ૨૩ વર્ષીય કુલદીપ ઉર્ફે અરુણ રાજુભાઇ પરમારના નામના શખ્શને અટકાયત કરીને બોટાદ જિલ્લામાં અતિ ચર્ચાસ્પદ બનેલી ઘટનામાં અંત આવ્યો છે અને જિલ્લા પોલીસ વડા અને ટીમને જબદસ્ત સફળતા મળી છે.
– દરેક માં બાપ પોતાના બાળકોની કાળજી સાથે જનજાગૃતિ અતિજરૂરી છે – પોલીસવડા હર્ષદ મહેતા
જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતાએ આજે પ્રેસ દરમિયાન જિલ્લાના દરેક લોકો એક અનુરોધ કરીને દરેક માબાપ ને પોતાના બાળકોની કાળજી રાખવા જણાવ્યું છે જિલ્લા પોલીસવડા એ જણાવ્યું હતું કે ખાસ કરીને જ્યારે અવાવરૂ જગ્યા પર બાળકો રમતા હોય છે ત્યારે દીકરીઓ માટે એક અપીલ છે માબાપ તેમજ શિક્ષણ વિભાગ ને પણ નાની બાળકીઓ જે છે તેને રેઢી ન મુકવા જણાવ્યું હતું પાડોશીઓ ને પણ જો કોઈ સોંપીને જાય તેવું તેમને જણાવ્યું હતું બીજું ખાસ કરીને બાળકોને બેડ ટચ અને ગુડ ટચ જો કોઈ પણ અજાણ્યો પુરુષ હોય તે તેને સ્પર્ચ કરે છે તે કેવો સ્પર્ચ છે તેવા પ્રકારની તાલિમ આપવી જોઇએ બીજું કે અવાવરી જગ્યાએ કોઈ પણ રસ્તે જતા લોકો છે તે એકલા બાળકોને કોઈ વ્યક્તિ સાથે જુવે તો તેને ટપારે અને પૂછે કે આ બાળક કોનું છે એવું જો આપડે બધા જન જાગૃતિ ના ભાગ રૂપે આ અભિયાન ને ચલાવી શુ તો ભવિષ્યમાં આવા બનાવો છે તેને રોકી શકી છુ ચોક્કસ પણે શાળામાં અને નાના બાળકોના જે શિક્ષકો છે તેને પણ અપીલ કરીએ છીએ માં બાપ પણ આમ કાળજી લે બાળકોને રેઢા ન મૂકે અવાવરી જગ્યા એ ન જવાદે અને અજાણી વ્યક્તિ એમના કોઈ સંપર્કમાં આવતી હોય તો કોઈ લોભ લાલચ ન આપે કારણ કે આ બનાવમાં જે બંને નાના બાળક અને સાથે જે બાળક છે તેને પતંગ બનાવવાની લાલચ આપીને આ શખ્સ છે તેમને જે જગ્યા એ રમતા હતા તે થી દુર જગ્યા પર લઈ ગયેલ તો આવી લાલચમાં આપડું બાળક ન ફસાય તે રીતે બાળકોને માનસિક રીતે આપડે તૈયાર કરવા પડશે અને તેવી તાલિમ આપવી પડશે તેમજ સમાજ ના તમામ લોકો અને વાલી આ બાબતે  સજાગ રહે અને શિક્ષણ વિભાગ સાથે શાળામાં એક કેમ્પઍન ચલાવી અને આવા શખ્સો છે તેમની બદ ઈરાદા સફળ ન થાય તેવી સૌને અપીલ છે