Main Menu

સંરક્ષણ ક્ષેત્રે ઓપન ભરતી મેળાનું આયોજન

દેવલાલી નાસિક ખાતે The Territorial 116 Infantry Battalion (TA) PARA માં સૈનિકોની જગ્યા માટે તા.૧૬ થી તા.૨૨ ડિસેમ્‍બર-૨૦૧૮ દરમિયાન ઓપન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં સોલ્‍જર જનરલ ડ્યુટી-૧૦ + ૨ સાથે ૪૫ અથવા વધુ ટકાવારી, સોલ્જર ચેફ કોમ્‍યુનિટી-ઓછામાં ઓછું ૧૦ પાસ, સોલ્જર હેર ડ્રેસર-ઓછામાં ઓછું ૧૦ પાસ, સોલ્જર હાઉસકીપર-ઓછામાં ઓછું ૮ પાસ, સોલ્જર વોશરમેન-ઓછામાં ઓછું ૧૦ પાસ, સોલ્જર ક્લાર્ક સ્‍ટાફ ડ્યુટી-ધો.૧૨માં દરેક વિષયમાં ઓછામાં ઓછા ૫૦ ટકા માર્ક્સ અને દરેક વિષયમાં ૬૦ ટકા એગ્રીગેટેડ હોવા જરૂરી છે. સંરક્ષણ ક્ષેત્રે ૪૨ વર્ષ (તા.૧૫ ડિસે.૧૯૭૬ થી તા.૧૫ ડિસે.૨૦૦૦ની વચ્‍ચે જન્‍મેલા)ના યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી યોજાનાર આ ભરતી મેળાની વધુ વિગતો, જિલ્‍લા રોજગાર કચેરી, સી બ્‍લોક પહેલા માળે, બહુમાળી ભવન, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ અમરેલીનો સંપર્ક સાધવાનો રહેશે, તેમ જિલ્‍લા રોજગાર અધિકારીશ્રી- અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.