Main Menu

તા.૧૮મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. બાબરા સ્‍થિત કમળશી હાઇસ્‍કુલ ખાતે તા.૧૮ ડિસેમ્બર-૨૦૧૮ના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાનાર છે. ભરતીમેળા માટેની જરૂરી વિગતો આ મુજબ છેઃ સ્‍પાયર જોબ્‍સ બિઝનેસ સોલ્યુશન ગોંડલ-ઓફિસ આસિસ્ટન્‍ટ-સ્‍નાતક/અનુસ્‍નાતક- ૧૮ થી ૪૦ વર્ષ, શાન કન્‍સલ્ટન્‍સી-અમરેલી-કોમ્‍પ્‍યુટર ઓપરેટર- બીએસસી/ડિપ્‍લોમા પોલીટેક્નિક/ડિગ્રી એન્‍જિનિયરીંગ-૨૦ થી ૪૦ વર્ષ, એલઆઇસી- અમરેલી-વીમા એડવાઇઝર-કોઇપણ પ્રવાહ સાથે ધો.૧૨ પાસ-૧૮ થી ૩૫ વર્ષ, દિવ્‍ય ભાસ્કર માર્કેટીંગ-ધો.૧૦/ધો.૧૨ પાસ-૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારો ભાગ લઇ શકશે. વધુ વિગતો માટે જિલ્‍લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળ, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ, અમરેલીનો સંપર્ક સાધવાનો રહેશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી- અમરેલીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.