Main Menu

ભારત સંચાર નિ.લિ. બ્રોડબેન્‍ડ અને લેન્‍ડલાઇન ટેરિફ પ્‍લાનમાં ફેરફાર

ભારત સંચાર નિ.લિ. દ્વારા એક્સપિરિયન્‍સ બ્રોડબેન્‍ડ ૨૪૯ પ્‍લાનમાં તા.૧ ડિસે. ૨૦૧૮થી ફેરફાર કરવામાં આવ્‍યો છે. રાષ્‍ટ્રભરના બીએસએનએલ નેટવર્ક પર અનલિમિટેડ
કોલ્‍સની સુવિધાની સાથે રાત્રે ૧૦.૩૦ થી સવારે ૬ સુધી અને રવિવારે આખો દિવસ દેશભરના બધા જ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્‍સની સુવિધામાં ઉમેરો કરી રૂ.૩૦૦ સુધીના કોલ્‍સ કોઇપણ નેટવર્ક પર ફ્રી આપવામાં આવશે. બ્રોડબેંડની ૮ Mbps સુધીની સ્‍પીડ ૧૫ GB સુધી અને ત્‍યારબાદ ૧ Mbps સુધીની સ્‍પીડ અનલિમિટેડ બ્રોડબેંડ વપરાશ માટે મળતી હતી તેમાં સુધારો કરીને દરરોજ ૮ Mbps સુધીની સ્‍પીડ ૧.૫ GB સુધી અને ત્‍યારબાદ ૧ Mbps સુધીની સ્‍પીડ અનલિમિટેડ બ્રોડબેંડ વપરાશ માટે મળશે. તા.૧ ડિસે.-૨૦૧૮થી આ પ્‍લાનનું માસિક ભાડું રૂ.૨૪૯થી વધારીને રૂ.૨૯૯ કરવામાં આવ્યું છે. માસિકભાડા વાળા વર્તમાન ગ્રાહકો કે જેમને આ પ્‍લાનમાં ૬ માસ પૂરા થયા નથી તેમને ૬ માસ પૂરા થયેથી ઉપરોક્ત ફેરફાર લાગુ પડશે. તા.૧ ડિસે.-૨૦૧૮થી નવા જોડાનાર ગ્રાહકોને ૧૮૦ દિવસ સુધી માસિક ભાડામાં રૂ.૫૦નું કેશબેક આપવામાં આવશે. ભારત સંચાર નિ.લિ. દ્વારા અર્બન જનરલ લેન્‍ડલાઇન પ્‍લાન, રૂરલ જનરલ લેન્‍ડલાઇન પ્લાન અને LL 99 onnet પ્‍લાનમાં તા.૧ ડિસે.-૨૦૧૮થી ફેરફાર કરવામાં આવ્‍યો છે. અર્બન જનરલ લેન્‍ડલાઇન પ્‍લાનમાં અનુક્રમે રૂ.૨૪૦ અને રૂ.૨૦૦ના કોલ્સ ફ્રી આપવામાં આવતા હતા, હવે ગ્રાહકોને આ બંને પ્‍લાનમાં દેશભરના કોઇપણ નેટવર્ક પર ૨૪ કલાક અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળશે. રૂ.૨૪૦નું રૂ.૨૯૯ અને રૂ.૨૦૦નું રૂ.૨૪૯ ભાડું કરવામાં આવ્યું છે. રૂરલ જનરલ લેન્‍ડલાઇન પ્લાનમાં અનુક્રમે રૂ.૧૮૦ અને રૂ.૧૬૦ના કોલ્સ ફ્રી આપવામાં આવતા હતા, હવે ગ્રાહકોને આ બંને પ્‍લાનમાં દેશભરના કોઇપણ નેટવર્ક પર ૨૪ કલાક અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળશે. બંને પ્‍લાનું ભાડું વધારીને રૂ.૧૮૦ કરવામાં આવ્યું છે. LL 99 onnet પ્‍લાનમાં ગ્રાહકોને દેશભરના બીએસએનએલ નેટવર્ક પર ૨૪ કલાક અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે રાત્રે ૧૦.૩૦ થી સવારે ૬ સુધી અને રવિવારે આખો દિવસ દેશભરના બધા જ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલ્‍સની સુવિધા આપવામાં આવતી હતી તેમાં વધારો કરીને રૂ.૧૦૦ સુધીના ફ્રી કોલ્સ અન્‍ય નેટવર્ક પર આપવામાં આવશે. આ સાથે આ પ્‍લાનનું માસિક ભાડું રૂ.૯૯ થી વધારીને રૂ.૧૨૯ કરવામાં આવે છે. માસિકભાડા વાળા વર્તમાન ગ્રાહકો કે જેમને આ પ્‍લાનમાં ૬ માસ પૂરા થયા નથી તેમને ૬ માસ પૂરા થયેથી ઉપરોક્ત ફેરફાર લાગુ પડશે. તા.૧ ડિસે.-૨૦૧૮થી અમલી છે. વાર્ષિક, દ્વિવાર્ષિક અને ત્રિવાર્ષિક પેમેન્ટ ઓપ્‍શનવાળા ગ્રાહકોને તેમના પેમેન્‍ટ મુજબની અવધિ પૂરી થયેથી ઉપરોક્ત ફેરફાર લાગુ થશે, વધુ વિગતો માટે ભારત સંચાર નિ.લિ.ની નજીકની કચેરીનો સંપર્ક કરી શકાશે. જેની નોંધ લેવા ભારત સંચાર નિ.લિ. અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.