Main Menu

મોટા લીલીયાના ચકચારી ઋષિકેષ અપહરણ વીથ મર્ડર કેસમાં જેલમાંથી વચગાળાના જામીન પરથી અઢી વર્ષથી નાસતા ફરતા કેદીની પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલીના મોટા લીલીયાના ચકચારી ઋષિકેષ અપહરણ વીથ મર્ડર કેસમાં જેલમાંથી વચગાળાના જામીન પરથી અઢી વર્ષથી નાસતા ફરતા કેદીની પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*_ગઇ તારીખ ૦૧/૧૦/૨૦૧૩ ના રોજ અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામના કિકાણી પ્લોટમા રહેતા શિક્ષક ગીરીશકુમાર મણિશંકર ત્રિવેદીનો પુત્ર રૂષિકેશ ઉવ.૧૭ નાને કોઇ અજાણ્યા શખ્સો  લીલીયા ટાઉનમાંથી અપહરણ કરી લઇ ગયેલ અને તેને છોડાવા રૂષીકેશના પિતા પાસે રૂ.૩૫ લાખની માંગણી કરેલ હતી. સદરહું બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તત્કાલીન એલ.સી.બી. ટીમ દ્વારા રૂષીકેશના મિત્રો અને શકદારો એવા રવિ ઉર્ફે રવિન્દ્ર ધનશ્યામભાઇ ભટ્ટ રે.લીલીયા, હાલ.રે.સુરત તથા વિજય શામજીભાઇ ધામત, રહે.સુરત વાળાઓને ટેકલ કરતાં જાણવા મળેલ કે રવિન્દ્રને નાણા ભીડ રહેતી હોય જેથી તેણે પોતાના ઓળખીતાને જ કિડનેપ કરી નાણા પડાવવાનો પ્લાન કર્યો હતો. બનાવના દિવસે રવિન્દ્ર અને વિજયએ તેમની એપોલો કારમાં લીલીયા મુકામે ગૌશાળા નજીકથી રૂષીકેષનું અપહરણ કરેલ રૂષીને મુક્ત કરવાના બદલામાં રૂ.૩૫ લાખની માંગણી કરેલી બાદમાં આ વાત જાહેર થઇ જતાં રોહીશાળા ગામ પાસેથી ગઢડા તરફ ના રસ્તે બે ગામ ગયા પછી એક દરગાહ પાસે એક તળાવ આવેલ હોય તે તળાવ પાસે રૂષીને બાવળની ઝાડીમાં લઇ જઇ રૂષીને વિજયે પકડી રાખેલ અને રવિન્દ્રએ પોતાની પાસેની છરીના ચાર પાંચ ઘા છાતીમા તથા વાસાના ભાગે મારી રૂષીકેશની હત્યા કરેલ હોવાનું જાણવા મળતાં આ અંગે લીલીયા પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં.૧૪/૨૦૧૩, ઇ.પી.કો. કલમ ૩૬૪(ક), ૩૦૨, ૧૨૦(બી) મુજબનો ગુન્હો રજી. થયેલ હતો. જે ગુન્હા ના કામે આરોપીઓ *(૧) રવિ ઘનશ્યામભાઇ ભટ્ટ (ર) વિજય શામજીભાઇ ધામત (૩) જગદીશ શામજીભાઇ ધામત અને (૪) કિશન ઉર્ફે કાનો સુરેશભાઇ દવે* એમ કુલ ચાર આરોપીઓની ઘરપકડ કરવામાં આવેલ હતી. આ ચારેય આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ હતું. અને આ ચારેય આરોપીઓ કાચા કામના કેદી તરીકે અમરેલી જીલ્લા જેલમાં હતાં. આ કામે અમરેલી સેશન્સ કોર્ટ ખાતે કેસ ચાલુ હોય તે દરમ્યાન આરોપીઓ વિરૂધ્ધ સજ્જડ પુરાવાઓ હોય અને આરોપીઓને સજા પડે તેમ હોય જેથી ઉપરોક્ત પૈકીના આરોપી જગદીશ શામજીભાઇ ધામતને નામ.ગુજરાત હાઇકોર્ટમાં થી *દિન-૧૦ વચગાળાની જામીન રજા* મળતાં તે રજા ઉપર જેલમાંથી મુક્ત થયા બાદ *તા.૧૫/૦૬/૧૬* ના રોજ અમરેલી જેલમાં હાજર થવાનું હતુ પરંતુ જેલમાં હાજર થયેલ નહીં. અને *છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો* હતો. પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓને પકડી પાડવા જરૂરી માર્ગદર્શન અને સુચના આપેલ હોય જે અન્વયે *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ* દ્વારા વચગાળાની જામીન રજા પરથી નાસતા ફરતા આરોપી *જગદીશભાઇ શામજીભાઇ ધામત, ઉં.વ.૩૩, ધધો.ખેત મજુરી, રહે. રહે.મુળ.લીલીયા, કિકાણી પ્લોટ, તા.લીલીયા, જી.અમરેલી, હાલ.ભરૂચ, ગામ-જુના તવરા, જલારામ ફળીયું, તા.જી.ભરૂચ* વાળાને ગઇ કાલ તા.૦૫/૧૨/૧૮ ના રાત્રિના ભરૂચના જુના તવરા ગામેથી ઝડપી લઇ અમરેલી જીલ્લા જેલ હવાલે મોકલી આપેલ છે.આમ, અઢી વર્ષથી નાસતા ફરતા કાચા કામના કેદીને પકડી પાડવામાં અમરેલી એલ.સી.બી.એ સફળતા મેળવેલ છે.