Main Menu

સાબરમતી આશ્રમ ગૌશાળા દ્વારા આયોજિત પશુપાલક શિબિર(કાર્યશાળા)માં ઉપસ્થિત રહેવા આમંત્રણ

સાબરમતી આશ્રમ ગૌશાળાની સ્થાપના ભારતના રાષ્ટ્રપિતા પરમ પૂજ્ય મહાત્મા ગાંધી એ વર્ષ ૧૯૧૫માં અમદાવાદ ખાતે સાબરમતી નદીના કિનારે કરી હતી. ખેડૂતો અને પશુપાલકોને આર્થિક રીતે સમૃધ્ધ કરનારા પૂજ્ય ગાંધીબાપુના સપનાને સાકાર કરવા માટે સાબરમતી આશ્રમ ગૌશાળાનો વહીવટ વર્ષ ૧૯૭૩થી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડને સોપવામાં આવ્યો. ઉચ્ચ દૂધ ઉત્પાદન ક્ષમતાવાળા પશુઓ મારફતે પશુપાલન કરી ખેડૂતો સુખી સંપન્ન થાય તે માટે “ઓલાદો સુધારવા” કાર્યક્રમ લક્ષ્યમાં રાખી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એ વર્ષ ૧૯૭૬માં બિડજ ફાર્મ ખાતે સિમેન સ્ટેશનની સ્થાપના કરી. આજે સાબરમતી આશ્રમ ગૌશાળા એ વિશ્વની પ્રથમ ક્રમાંકની ફ્રોઝન સિમેન ડોઝ બનાવટી સંસ્થા તરીકે નામાંકિય થયેલ છે.

વલ્ડ બેન્ક દ્વારા પ્રયોજિત તથા ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ ‘ગીર ઓલાદ સુધારણા” કાર્યક્રમને સાબરમતી આશ્રમ ગૌશાળાની ભાવનગર ખાતેની પ્રોજેકટ ઓફિસ દ્વારા છેલ્લા છ વર્ષથી ભાવનગર અને બોટાદ જીલ્લામાં ચલાવવામાં આવે છે. આપ જાણોજ છો કે સંપૂર્ણ વૈજ્ઞાનિક પધ્ધતિથી ચલાવવામાં આવતા સદર કાર્યક્રમને સફળ બનાવવા માટે પશુપાલકોની જણભાગીદારી ખુબજ જરૂરી હોય છે અને તે માટે સંસ્થા દ્વારા અવાર નવાર જનજાગૃતિ તથા શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવે છે.

આવા જ કાર્યક્રમના ભાગરૂપે સાબરમતી આશ્રમ ગૌશાળાએ તા. ૧૧/૦૧/૨૦૧૯ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે લોકભારતી સણોસરા ગ્રામ વિધ્યાપીઠ, સણોસરા જી. ભાવનગર ખાતે એક પશુપાલકો શિબિર (કાર્યશાળા)નું આયોજન કરેલ છે જેમાં NDDB તથા દૂધ ઉત્પાદક સંધ માંથી નિષ્ણાંત વૈજ્ઞાનિકો દ્વારા પશુપાલકોને માર્ગદર્શન આપવામાં આવનાર છે. ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી આશરે ૬૦૦થી વધુ મહિલા પશુપાલકો ભાગ લેનાર છે. સદર શિબિરમાં ભાગ લઈ કાર્યક્રમની શોભાવૃદ્ધિ માટે આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.