Main Menu

સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને તર્કદાર દલીલો કરાઈ

સંસદમાં પસાર થયા બાદ ક્વોટાને સુપ્રીમમાં પડકાર

નોકરી અને શિક્ષણમાં સામાન્ય કેટેગરીમાં ગરીબ લોકોને ૧૦ ટકા આપવા સાથે સંબંધિત બિલ લોકસભા અને રાજ્યસભામાં બહુમતિ સાથે પસાર કરવામાં આવી ચુક્યું છે પરંતુ આને સુપ્રીમ કોર્ટમાં આજે પડકારવામાં આવ્યો છે. જા કે, સુપ્રીમ કોર્ટમાં પણ કોઇ અડચણ રહેશે નહીં તેમ કાયદાકીય નિષ્ણાતો માની રહ્યા છે. સવર્ણ ગરીબો માટે ૧૦ ટકા અનામત આપવા સાથે સંબંધિત બિલ કાનૂન બનવા આડે માત્ર એક હસ્તાક્ષરના અંતરે છે. રાષ્ટ્રપતિ પાસે આ બિલને મોકલી દેવામાં આવ્યા બાદ બિલ કાનૂન બની જશે. આજે આ સંદર્ભમાં અડચણો ઉભી કરીને યુથ ફોર ઇક્વાલિટી ઓર્ગેનાઇઝેશન દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી અને આ બિલને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. એવી દલીલ કરવામાં આવી હતી કે, આ બિલ આર્થિક આધાર પર અનામત માટે યોગ્ય નથી. રાજ્યસભા અને લોકસભામાં આ બિલ પસાર થઇ ચુક્યું છે. રાજ્યસભામાં બુધવારના દિવસે તેની તરફેણમાં ૧૬૫ અને વિરોધમાં સાત મત સાથે પાસ કરવામાં આવ્યું હતું જ્યારે આના એક દિવસ પહેલા લોકસભામાં બંધારણીય સુધારા બિલ પસાર કરવામાં આવ્યું હતું. ગૃહ દ્વારા વિરોધી સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા પાંચ સુધારાને ફગાવી દેવામાં આવ્યા હતા. બિલને લઇને તર્કદાર રજૂઆતો કરવામાં આવી હતી. જનરલ ક્વોટાને પડકાર ફેંકનાર બિલને લઇને રજૂઆત કરવામાં આવી હતી. અરજીમાં પરિવારની આઠ લાખ
આભાર – નિહારીકા રવિયા રૂપિયાની વાર્ષિક આવકના માપદંડ ઉપર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સામાન્ય વર્ગના ગરીબો માટે નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતની વાત કરવામાં આવી છે. દલીલમાં જણાવવામાં આવ્યું છે કે, બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધમાં બિલ પાસ કરવામાં આવ્યું છે. સંગઠને જનરલ ક્વોટાને સમાનતાના અધિકાર અને બંધારણના માળખાની વિરુદ્ધમાં ગણાવ્યું છે.