Main Menu

લાઠી તાલુકામા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરાયું

અમરેલી જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. એચ. એફ. પટેલ, ડૉ. જે. એચ. પટેલ, ડૉ. આર. કે. જાટ સાહેબની સૂચનાથી તથા લાઠી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. આર. આર. મકવાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ સામુહિક આરોગ્ય કેન્દ્ર દામનગર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર લાઠી ખાતે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત સંદર્ભ સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં બાળ રોગ નિષ્ણાંત તબીબ શ્રી યાદવ સાહેબ, દાંત રોગ નિષ્ણાંત શ્રી ડૉ. મનાલી પરમાર, આંખ રોગ નિષ્ણાંત આસિસ્ટન્ટ શ્રી ચંદ્રેશભાઇ બલદાનિયા દ્વારા લાઠી તાલુકાની વિવિધ શાળા તેમજ આંગણવાડી ના ૧૬૦ થી વધારે બાળકોની તબીબી તપાસ કરવા મા આવી,

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ મા તેમજ શાળા આરોગ્ય તપાસણી સંદર્ભ સેવા કેમ્પ મા આંખ ના નંબર ની ચકાસણી કરી દ્રષ્ટિ ખામી, ચશ્માં ની જરૂરિયાત વાળા તમામ બાળકો ને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવશે.

તેમજ વધુ સારવાર ની જરૂરીયાત વાળા બાળકો ને વિનામૂલ્યે સુપર સ્પેશિયાલિટી સારવાર આપવામાં આવશે,

આ કેમ્પ ના આયોજન ને સફળ બનાવવા માટે લાઠી તાલુકા ના આર. બી. એસ. કે. ડૉ. હરીવદન પરમાર, ડૉ. ચાંદનીબેન સોલંકી, ડૉ. હિતેશ પરમાર, ડૉ. હસમુખ સોલંકી, ડૉ. પારુલબેન દંગી, ડૉ. રૂપાબેન પટેલ, એફ. એચ. ડબલ્યુ કોમલબેન ઋતુબેન, રાધિકાબેન તથા ફાર્માસિસ્ટ મેહૂલ બગડા એ ખૂબ જહેમત ઉઠાવી હતી.