Main Menu

રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના દરેક ગામડાઓમાં પતંગોનું વિતરણ

રાજુલા જાફરાબાદ વિસ્તારનાં લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોનાં મનપસંદ તહેવાર એવા ઉતરાયણ પહેલા પતંગોનું વિતરણ કરવામાં આવ્યું. તમામ બાળકો તહેવારનો આનંદ માણી શકે તેવા ધારાસભ્ય શ્રીના આ પ્રયત્નને શાળાના બાળકો સુધી પહોંચાડવા તેમની પુરી ટીમ એ જહેમત ઉઠાવી હતી. બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. શાળાના દરેક આચાર્ય તેમજ સમગ્ર શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો..