Main Menu

મકરસંક્રાંતિનાં દિને

ખડસલી ખાતે યોજાનાર ત્રિવિધ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી ઉપસ્થિત રહેશે

અમરેલી તા.૧૧-જાન્યુઆરી ૨૦૧૯
ગુજરાતના રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી તા.૧૪/૦૧/૨૦૧૯નાં રોજ સવારે ૧૦-૦૦ કલાકે
સાવરકુંડલા તાલુકાનાં ખડસલી ગામે ગ્રામસેવા કેન્દ્ર-લોકશાળા ખાતે યોજાનાર ત્રિવિધ કાર્યક્રમોમાં
ઉપસ્થિત રહેશે.
ગ્રામસેવા કેન્દ્ર-લોકશાળા ખડસલી મુકામે મકરસંક્રાંતિનાં દિવસે યોજાનાર વાલી મિલન,
શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ અને ગાંધીજનોને રાજ્યપાલશ્રી સંબોધન કરવાનાં છે.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર રચના સમિતિ રાજકોટનાં ઉપપ્રમુખશ્રી હિંમતભાઇ ગોડા, ડો.સુદર્શન
આયંગર, ડો.રાજેન્દ્ર ખીમાણી અને શ્રી બળવંતભાઇ દેસાઇ પણ ઉપસ્થિત રહેશે.