Main Menu

રાજુલા ટાઉન વિસ્તારમા આરોપી સંદિપ ઉર્ફે વલકુ માણકુભાઈ વાળા પાસે થી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાંડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૪ તથા મો.સા મળી  કુલ કિ.રૂ.૨૦,૬૦૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજુલા પોલીસ

અમરેલી જીલ્લાના પો.અધિ. સાહેબ શ્રી નીર્લીપ્ત રાય સાહેબે અમરેલી જીલ્લામાં દારૂ જુગારની બદ્દી નાબુત કરવા જુંબેશ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે રાજુલા પો.સ્ટે. ના ઈન્ચાર્જ પો.ઇ. ડી.એ.તુવર સાહેબ બાતમી આધારે તા.૧૧/૦૧/૨૦૧૯ ના સાંજના સંદિ૫ ઉર્ફે વલકુ માણકુભાઈ વાળા રહે.રાજુલા  વાળાના રહેણાક મકાને રેઇડ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ ત્રણ બ્રાંડની બોટલ નંગ – ૧૪ જેમાં (૧)IMPERIAL BLUE WHISKY -૧૨ (૨)ROYAL CHALLENGER WHISKY  ૦૨ કુલ બોટલ નંગ – ૧૪ ની કુલ કિ.રૂ. ૫૬૦૦/- તથા સદરહું દારૂંની હેરફેર માટે ઉપયોગમાં લીધેલ મો.સા ની કિ.રૂ.૧૫,૦૦૦/- જે કુલ પ્રોહી મુદ્દામાલ મળી કિ.રૂ.૨૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી સંદિપ ઉર્ફે વલકુ માણકુભાઈ વાળા રહે.રાજુલા મેઈન બજાર રામજી મંદીર વાળાને ધોરણસર અટક કરી તેના વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે.માં પ્રોહી ધારા તળે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સદરહું તમામ કામગીરીમાં રાજુલા પો.સ્ટે ના ઈન્ચાર્જ પો.ઇન્સ.ડી.એ.તુવર સાહેબ તથા પો.સબ.ઈન્સ જી.જી.જાડેજા સાહેબ તથા રાજુલા પોલીસ સ્ટાફ ના માણસો જોડાયા હતાં