Main Menu

ખાંભા તાલુકાનાં ગીર કાંઠાના પશુપાલકો અને ખેતી ઉપર નિર્ભર પીપળવા ગામે ખાંભા પશુ દવાખાના દ્વારા તાલુકા પશુપાલન શિબીરનું આયોજન કરાયું

ખાંભા તાલુકાનાં છેવાડાના ગીર વિસ્તારમાં આવેલ પીપળવા ગીર ગામે ખાંભા તાલુકા પશુ દવાખાના દ્વારા તાલુકા પશુપાલન શીબીરમાં હાજર પશુપાલકો ખેડૂતો અને વિશાળ સંખ્યામાં હાજર રહેલા મહિલાઓને પશુપાલનની આધુનિક રીત સાચવણી દૂધ કેમ વધુ મેળવવું પાલતુ પશુઓને પોષણતમ અને વિટામિન મુક્ત આહાર આપવાની અમરેલીથી પધારેલ ડૉ. ગૌસ્વામી પશુ ચી.અધિકારી, ડૉ. પરમાર, ડૉ. ભરવાડ તથા ના.વ.ની.મુ.પં અમરેલીના ડૉ. ભાડેજા તથા ઇ.સી.યુ.પી. ડૉ. દલસાણીયા તથા પશુ ચીકીત્સા અધિકારી ડૉ. સાવલિયાએ સવિસ્તાર માહિતી સાથે સમજણ આપેલ
આ અવસરે જી.પં.સ.શ્રી નિરુભા રાઠોડ જી.પં.સ. પ્રેમજીભાઇ સેંજલીયા તા.પં.સ. રમેશ કળસરિયા- ભીખુભાઈ પીપળવાના સરપંચ શ્રી સુરીંગભાઈ તથા પરસોતમ આંબલીયા તથા ૧૫૦ જેટલા મહિલાઓ તથા ૨૫૦ જેટલા પશુપાલકો, ગ્રામજનો, અગ્રણીઓ હાજર રહેલ
કૉમ્યુનિટી હોલમાં આયોજિત તાલુકા પશુપાલન શિબિરના પ્રારંભે દીપ પ્રાગટ્યથી કરાય બાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું.
પશુપાલન શિબિરને સફળ બનાવવા ખાંભા તા.પશુ. ચીકીત્સા અધિકારીશ્રી પટેલ-પશુધન નિરીક્ષક શ્રી વઘાસિયા તથા બી.બી.મેવાડા તેમજ ડ્રેસર શ્રુષી ગેડેયાએ ભારે જહેમત ઉઠાવેળ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શિબિરાર્થીઓ ભોજન લઈ છૂટા પડેલ