Main Menu

ભાવનગરમાં અડીખમ ચબુતરા

માણસ-માણસના પેટ ભરવા કે આંતરડી ઠારવા સાથે પશુ-પક્ષી પણ ભૂખ્યું ન રહે તેનો ખ્યાલ આપણી સંસ્કૃતિમાં રહેલો છે. રજવાડા, મહાજનો કે દાતાઓ આ બધાએ મૂંગા પશુ-પક્ષી માટે વ્યવસ્થા કરેલી. ભાવનગરમાં ઇતિહાસરૂપ કેટલાયે ચબુતરા કલાત્મક બાંધણી સાથે અડીખમ જોવા મળે છે. નગરના ખારદરવાજાથી જૂના બંદર તરફના માર્ગમાં સુંદર ચબુતરો છે, જેને વાંચીએ તો તેમાં “ૐ સંવત ૧૯૮૦ની સાલમાં કાઠિયાવાડી પટેલ માવજી કાલીદાસના સમર્ણાર્થ તેમના દીકરા દેવજી માવજીએ સાર્વજનીક પરમાર્થ અર્થે બંધાવી છે. ૧૯૨૪ આમ લખાણ કોતરાયેલું છે, જેને આજે ૯૪ કે ૯૫ વર્ષ થવા જાય છે. પક્ષીઓને માત્ર એક મકરસંક્રાંતિએ જ નહીં દરરોજ ચણ જોઈએ છે, તેવી આ દાતાઓ જાણતા હતા.