Main Menu

રાજુલા તાલુકાના બારપટોલી ગામે રહેતા

પ્રગતિશિલ ખેડુતે પોતાની ચાલીસ વીઘા વાડીમા ઓર્ગેનિક પધ્ધ્તિથી સરગવો અને ગુન્દાની ખેતી કરી

અમરેલી ખેતીપ્રધાન જિલ્લા તરીકે પ્રસિધ્ધ છે ત્યારે જિલ્લાના અનેક પ્રગતિશિલ ખેડુતોએ પોતાની આગવી સુજ થી અનેક સંશોધનો કરી પુરા દેશને નવો રાહ ચિધ્યો છે. રાજુલાના બારપટોળી ગામે એક ખેડુતે પોતાની વાડીમા સરગવાની ખેતી કરી સારી કમાણી કરી અઢળક ધન કમાય છે જેને જોવા આસપાસના લોકો રાત દિવસ જોયા વિના સતત આવ્યા જ કરે છે અનેક ખેડુતોએ સમજણના અભાવે પોતાની જમીનો વેચી નાખે છે ત્યારે રાજુલાના બારપટોળી ગામના આ પ્રગતિશિલ ખેડુતે પોતાની ચાલીસ વીઘા વાડીમા ઓર્ગેનિક પધ્ધ્તિથી સરગવો અને ગુન્દાની ખેતી કરી અઢળક કમાણી કરી રહ્યા છે. આ ઉત્પાદનની માહિતિ લેવા અને જોવા સાંજ પડેને અનેક લોકો જોવા આવી રહ્યા છે. શહેર તરફની દોટ, ખર્ચાળ ખેતી,મજુરોની તંગી, ખાતર દવા જેવા અનેક કારણોથી ખેડુતો હવે સસ્તી સરળ અને ઓછી મહેનત વાળી ખેતી જોઈને પ્રભાવીત થયા છે કામ ધન્ધામા વ્યસ્ત એવા આ પ્રગતિશિલ ખેડુત પીઠાભાઈ નકુમ અને તેનો પરીવાર ખેતીમા નવુ કરવા હમેશા મહેનત કરે છે અને દરરોજ ઢળતી સાંજે પોતાની વાડીએ આવી જાય છે. લુંબે ઝુંબે આવેલી આ સરગવાની લહેરાતી શીંગોને જોઈ નકુમ બેલડી ખુશ ખુશાલ થઈ જાય છે. આધુનિક યુગમા પણ દેશી પહેરવેશને જાળવી કેમ ઓછા ખર્ચે ઓછી મહેનતે વધુ નાણા કમાવાય તે જોવા શિખવા આસપાસના ગામો અને દુર દુરથી લોકો આવી રહ્યા છે. ગૌ મુત્ર, ગોબર અને છાશને પાણી સાથે પીયત કરી સંપુર્ણ ઓર્ગેનિક ઉત્પાદન મેળવનાર પીથાભાઈનો સરગવો દુર દેશાવર સુધી મોકલવામા આવે છે. આ ખેતીકામમા તેમના પત્નિ પણ સાથે જ મહેનતમા લાગી જાય છે અને આ નકુમ બેલડીએ ખેતીને પોતાનો શોખ બનાવી પુરા ક્રુષિ જગતને નવો રાહ ચિધ્યો છે.કોઈ પણ જાતની દવા કે ખાતર વિના જૈવિક ઉત્પાદન છતા કોઈ ખર્ચ નહી અને વન્યપ્રાણીનો કોઈ પણ પ્રકારનો ત્રાસ નહી એવી આ સરળ ખેતી માટે નવો રાહ ચિધનાર પીઠાભાઈની ખેતી જોઈને કેટલા ખેડુતો ફાયદો મેળવશે તે જોવાનુ રહ્યુ.