Main Menu

હવે મળશે બારે માસ કેરી નો સ્વાદ….દીતલાના પ્રગતિશીલ ખેડૂતે વિકસાવી એક અનોખી કેરી ની જાત..કેસર કરતા મધુર કેરી કઈ…??? જુઓ exclusive અહેવાલ

[wpdevart_youtube]XpOiJ9AVnfo[/wpdevart_youtube]

બારે માસ કેરી ખાવા મળે તો નવાઇ લાગીને પણ આ સાચી વાત છે.કેરી નુ નામ પડતાજ સૌ ના મોઢામા પાણી આવી જાય છે.ઉનાળાની સિઝન ચાલુ થતાજ બજારમા વિવિધ પ્રકારની કેરીઓ જોવા મળે છે.આખા વર્ષમા બે થી ત્રણ મહિના સુધી બજારમા કેરીઓ મળતી હોય છે પરંતુ જો સિઝન પુરી થયા બાદ પણ કેરી ખાવા મળે તો નવાઇ લાગીને પરંતુ દિતલા ગામના બચુભાઇ ઝાલાએ  વિક્લ્પ શોધી કાઢ્યો છે.જે કેરીની સિઝન પુરી થતા પણ છ મહીના સુધી કેરી ખાવા મળશે.આ કેરી નુ નામ છે પંચરત્ન કેરી જે ખાવામા પણ મજેદાર છે અને તેમના ફાર્મમા દશેરી,મલ્લિકા,કેસર,જન્બો કેસર,આલ્ફ્રેન્જો,લંગડો,જમાદાર,બારમાસી વગેરે કેરીઓની અલગ અલગ જાત વિકસાવી છે.કેરીની વાત આવે એટલે બધા લોકો ને કેસર કેરી યાદ આવી જાય છે.આવનારા દિવસોમા કેરી ના શોખિનોને બારેમાસ કેરી ખાવા મળશે નવાઇ લાગીને પણ આ હકીકત છે દિત્લા ગામના બચુભાઇ ઝાલાએ તેમના આંબાના બગીચામા પંચરત્ન કેરી ની જાત વિકસાવી છે.અત્યારે બજારમા કેરીની ધીમે ધીમે આવક શરૂ થઈ ગયી છે અને લોકો કેરી ખાવાની શરૂઆત કરી દીધી છે ત્યારે કેરીની સિઝન પુરી થયા બાદનો વિક્લ્પ બચુભાઇ ઝાલાએ શોધી કાઢ્યો છે.સાવરકુંડલાના નેસડી ગામ પાસે આવેલ દિતલા ગામના એક પ્રગતિશીલ ખેડુતે કેસર કેરીનો વિક્લ્પ શોધી કાઢ્યો છે આ ઉપરાંત આ કેરી બારેમાસ લોકોને ખાવા મળે તે માટે પંચરત્ન કેરીની જાત તેમના ફાર્મમાં વિકસાવી છે.અમરેલી જિલ્લાની વાત કરીત તો જિલ્લામા અનેક ખેડુતો પોતાની કોઠાસુઝથી અલગ-અલગ સંશોધન કરી રહ્યા છે.કેરી બારેમાસ ખવા મળે તે માટે દિતલા ગામના બચુભાઇ છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરી રહ્યા હતા અને આ વર્ષે તેમની મહેનત રંગ લાવી.બચુભાઇના કેરીના ફાર્મમાં 30 થી 35 જાતની અલગ અલગ કેરીની જાત જોવા મળે છે પરંતુ રણજીતભાઇને પંચરત્ન કેરી મા વધારે રસ છે કારણ કે આ કેરી કેસર કેરી કરતા પણ મીઠી છે તેવુ તેમનુ માનવુ છે.

આવનારા દિવસોમા લોકોને કેરી બારેમાસ ખાવા મળે તો નવાઇ નહી કારણ કે કેસર કેરીની સિઝન પુર્ણ થયા બાદ પંચરત્ન કેરી પાક ઉપર આવે છે.આ કેરીની વિશેષતા એ છે કે પાકી ગયા પછી પણ આ કેરી 20 થી 25 દિવસ સુધી બગડતી નથી.આવનાર દિવસોમા કેરી ઉનાળા ઉપર પાકે તે ભુતકાળ થઇ જશે.બચુભાઇ ને કેરીના અનેક સંશોધન બાબતે અનેક પ્રમાણ પત્રો પણ મળી ચુક્યા છે.કાઇક નવુ કરવાની ભાવના વાળા બચુભાઇ ની મહેનત પાંચ વર્ષ બાદ રંજ લાવી છે.તેમના આંબાના બગીચામા આંબાની ક્લમોમા આંબાના મોર હજી પણ જોવા મળી રહ્યા છે.અહી લોકો દુરદુરથી બચુભાઇના આંબાના ફાર્મમાં મુલાકાત લઇને કાઇક કેરી વિષે નવુ જાણીને જાય છે.તો આજુબાજુના ખેડૂતો પણ બચુભાઇ દ્રારા વિકસાવવામાં આવેલ કેરીની વિવિધ જાતો પોતાના આંબાના બગીચામાં ઉછેર કરવાનું વિચારી રહ્યા છે.
કેરીની વાત કરીએ તો કેસર કેરી નુ સ્થાન લોકોમા પ્રથમ છે.કેસર કેરી મળે ત્યા સુધી લોકો બીજી એક પણ કેરી નુ નામ પણ નથી લેતા.ત્યારે આવનારા દિવસોમા પંચરત્ન કેરી લોકોમા સ્થાન લેય તો નવાઇ નહી.આ કેરી કેસર કેરીની સાથે જ આંબાના ઝાડ ઉપર આવવાની શરુઆત થયી જાય છે પરંતુ કેસર કેરી પછી પાકે છે.બચુભાઇના કેરીના ફાર્મમા 150 થી વધારે પંચરત્ન કેરીની કલમો આવેલી છે.અહી લોકો કેરીની વિવિધ પ્રકાર ની જાતો જોવા આવે છે ત્યાર બાદ બચુભાઇ જ્યારે પંચરત્ન કેરીની વાત કરે છે ત્યારે સૌ કોઇ નવાઇ પામે છે કેટલાક લોકોને તો વિશ્વાસ પણ આવતો નથી કે કેરી શુ બારેમાસ મળે ખરી.
પંચરત્ન કેરી ખાવામા અતિ મીઠી લાગે છે.કેસર કેરી જેવોજ તેનો સ્વાદ આવે છે.આ કેરીની પાકવાની શરુઆત જુલાઇ મહીનાથી શરુ થાય છે અને છેક દિવાળી સુધી કેરી આવે છે.અહી આવનારા લોકો પહેલા પંચરત્ન કેરી વિશે જાણવા માટે ભાર ઉત્સુક્તા દર્શાવતા હોય છે.બારેમાસ કેરી મળે તે માટે અહી અજુબાજુના વિસ્તારના ખેડુતો પણ અહી આવે છે અને બચુભાઇ પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવીને વિવિધ પ્રકારની આંબાની કલમો લઇ હાય છે.આ કેરી કેસર કેરી જેવડીજ હોય છે.