22 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
અમરેલી

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ ઉજવાયો

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ માં તારીખ ૦૮-૦૨-૨૦૨૦ ના રોજ સાંસ્કૃતિક વાર્ષિક ઉત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ ની શરૂઆત મુખ્ય અતિથિ શ્રી રાણા સાહેબ ડી એસ પી અમરેલી તથા આચાર્ય ડૉ નિશ્ચલ ગુપ્તા એ દીપ પ્રજવલિત કર્યો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્ર એ પ્રાપ્ત કરેલ સિદ્ધિઓને શ્રી રાણા સાહિબ ના વરદ્દ હસ્તે ટ્રોફી આપી બિરદાવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ માં ૨૭૦ બાળકો એ ભાગ લીધેલો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત નૃત્ય તેમજ માલગુડી ડેયઝ થીમ હેઠળ નાટક અને થીમ ને અનુરૂપ નૃત્ય પ્રસ્તુત કર્યા હતા. આજની પીઢ઼ી મોબાઈલ પાછળ પોતાનો કિંમતી સમય વેડફે છે તેઓમાં જાગૃકતા લાવવા માટે મૂકાભિનય પ્રસ્તુત કર્યો હતો. આ કાર્યક્રમ રાષ્ટ્ર ગાન ગાઇને સમાપન કરવામાં આવેલો હતો.

Related posts

કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા ૩૧ ડિસેમ્બર સુધીમાં અરજી કરવી

City Watch News

અમરેલી ખાતે નાગરિક સંશોધન અધિનિયમના સમર્થમાં રાષ્ટ્ર સ્વાભિમાન રેલી યોજાઈ. વિશાળ સંખ્યામાં જનસમુદાય જોડાયો.

City Watch News

અમરેલીમાં નેતા વિપક્ષની આગેવાનીમાં જન વેદના આંદોલન, વરસતા વરસાદમાં નેતા વિપક્ષે પાઠવ્યું આવેદનપત્ર

City Watch News