22 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલી શહેર એન.સી.પી. ના પ્રમુખ તરીકે પ્રજાપતિ સમાજના યુવા આગેવાન જગદીશ ઉર્ફે વિજય સોલંકીની નિમણૂંક કરાઇ

ગુજરાત રાજ્યના એન.સી.પી. ના સુપ્રીમો અને માન. ભુતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાના માર્ગદર્શન નીચે ગુજરાત રાજ્યમાં એન.સી.પી. પક્ષને મજબૂત બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ચૂંટણી સમયે ઠાલા વચનો આપી આભમાં ચાંદ દેખાડનાર પક્ષો સામે જનતાની ખરી વેદનાને વાચા આપવા અને પ્રજાની પડખે ઊભા રહી કદમ સાથે કદમ મિલાવી શકે તેવા હેતુસર અમરેલી જીલ્લામાં આગામી દિવસોમાં આવી રહેલ નગર પંચાયતો, નગર પાલિકાઓ, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, વિધાનસભા સહિતની ચુંટણીમાં એન.સી.પી. દ્વારા ઝંપલાવવામાં આવશે. સ્થાનિક ચુંટણીમાં એન.સી.પી. દ્વારા ઝંપલાવવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રજાના પ્રશ્નોને યોગ્ય દિશામાં ઉજાગર કરવા તરવરિયા યુવાનોને પક્ષમાં સ્થાન આપવા, પક્ષની વિચારધારાને આગળ વધારવા અમરેલી જીલ્લામાં એન.સી.પી. પદાર્પણ કરવા જઇ રહેલ છે. ત્યારે અમરેલી જિલ્લા એન.સી.પી. ના પ્રમુખ દેવેન્દ્રકુમાર ખંભાળિયા દ્વારા અમરેલી શહેર એન.સી.પી. ના પ્રમુખ તરીકે હોનહાર અને તરવરિયા પ્રજાપતિ કડિયા સમાજના યુવા આગેવાન જગદીશભાઈ ઉર્ફે વિજય સોલંકીની નિમણૂંક કરાઇ છે. તેમ જિલ્લા એન.સી.પી. ના પ્રમુખ દેવેન્દ્રકુમાર ખંભાળિયાની યાદીમાં જણાવ્યુ છે.

Related posts

ધારીના કાથરોટા ગામે 8 વર્ષની બાળા પર વન્યપ્રાણીનો હુમલો

City Watch News

દામનગર શહેરમાં સમસ્ત દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો.સયેદના મોહમદ બુરહાનુદીનની ૧૦૯ મી સાલેગીરાનું ભવ્ય પ્રોસેશન ઝુલુસ શહેરની મુખ્ય બજારોમાં ફર્યું

City Watch News

અમરેલી નગરપાલિકા દ્વારા પરીક્ષા એક કાલ્પનિક ભય નામે સેમિનાર યોજાયો

City Watch News